Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂક્ષ્મ પરમાણુ છે તે સ્થાપ્ય છે અનિરૂપણીય છે કેમકે તે આ પ્રસંગમાં અનુપયોગી છે આનું સરૂપ અન્યત્ર આ પ્રમાણે નિરૂપિત કરવામાં આવેલ છે--
કે પરમાણું કારણુજ હોય છે અને તે અંતમાં જ હોય છે તથા સૂક્ષ્મ, નિત્ય, એક રસ એક વર્ણ એક ગન્ધ અને સ્પર્શ વાળા હોય છે. આની સત્તાને અનુમાપક તેનાથી નિષ્પન્ન કાર્ય જ હોય છે--
कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः ।
एक रस वर्ण गन्धो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥१॥ આ જાતના કથનથી આનું સ્વરૂપ અતીવ પરમ નિકૃષ્ટ છે એવું જ પ્રતિપાદિત થાય છે. એના સિવાય આનું વિશેષ સ્વરૂપ અહીં પ્રતિપાદ્ય નથી એથી સૂક્ષમ પરમાણુની ચર્ચા ન કરતાં હવે સૂત્રકાર વ્યવહારોપયોગી પરમાણુના સ્વરૂપનું કથન કરે છે. આ વ્યાવહારિક પરમાણુ પુદ્ગલ અનન્ત, સૂક્ષ્મ પરમાણુ પુદ્ગલની એકી ભાવ પરિણતિ રૂ૫ સમુદય સમિ તિના સમાગમથી નિષ્પન્ન હોય છે. તાત્પર્ય આમ છે કે નિશ્ચય નય સૂક્ષમ પુદ્ગલેની એકીભાવ પરિણતિરૂપ સમિતિના સમાગમથી ઉત્પન્ન થયેલ પરમાણુને પરમાણુ જ માન તે નથી. તેને તો તે એક સ્કન્ય રૂપ જ માને છે. તેની માન્યતા મુજબ તે પરમાણુ તે જ છે કે જે નિર્વિભાગ સૂક્ષ્મ પુદ્ગલ છે. જે અનેક પરમાણુ એના મેળથી નિષ્પન્ન થયેલ છે તે તે અંશ સહિત હોવા બદલ સ્કંધરૂપ જ કહેવાય છે. પરંતુ જે વ્યવહારનય છે તે એમ માને છે કે અનેક પરમાણુ પુદ્ગલોના સંયોગથી સ્કલ્પરૂપ અવસ્થા નિષ્પન્ન થયેલી છે તે તે શસ્ત્રાદિથી છેદિત થતી નથી. ભેદિત થતી નથી, અગ્નિમાં ભસ્મ થતી નથી તે તે તથાવિધ સ્થૂલતારૂપે પરિણતિ ને પ્રાપ્ત ન કરૂવાથી પરમાણુ રૂપમાંજ વ્યવહારપથ માં અવ તરિત હોય છે. એથી વ્યાવહારિક પરમાણુ નિશ્ચયનયની માન્યતા મુજબ ભલે કપ રૂપ હોય છતાંએ તે વ્યવહારનયની માન્યતાનુસાર પરમાણુરૂપ જ માનવામાં આવી છે પરંત કેઈ આમ ન સમજી લેકે આ કંધરૂપ હોવાથી ઈમ્પન-કાષ્ઠાદિની જેમ છેદાદિ કિયાને વિષય થતી હશે. એથી આ સંશયને દૂર કરવા માટે સૂત્રકારે કહ્યું છે કે “તા નો 0 રમ” તે વ્યાવહારિક પરમાણુને અફૂગાદિ કાપી શક્તા નથી. અહીં એવી આશંકા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૫૧