Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર-૪
સંજ્ઞી અને અસલી - સર્વ નારકો સંજ્ઞી જ હોય છે, તેમ છતાં પ્રથમ નરકમાં સંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી તિર્યંચ અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી સંજ્ઞી અને અસંશી બંને જીવોની ઉત્પત્તિ કહી છે. ચક્ષદર્શની :- ઉત્પત્તિ સમયે જીવને દ્રવ્ય ઇન્દ્રિયો હોતી નથી અને દ્રવ્ય ઇન્દ્રિય વિના ચક્ષુદર્શન શક્ય નથી, તેથી તેનો નિષેધ કર્યો છે. ઇન્દ્રિય અને મન ન હોવા છતાં સામાન્ય ઉપયોગ રૂપ અચક્ષુદર્શન ઉત્પત્તિના સમયે પણ હોય છે, તેથી અહીં અચક્ષુદર્શનનો નિષેધ કર્યો નથી. સ્ત્રીવેદી આદિઃ- નરકમાં ભવસ્વભાવથી જ સ્ત્રીવેદ અને પુરુષવેદ નથી, કેવળ નપુંસક વેદ જ હોય છે. તેથી સ્ત્રીવેદી કે પુરુષવેદીની ઉત્પત્તિનો નિષેધ કર્યો છે. શ્રોતેંદ્રિય આદિ :- પાંચ ઇન્દ્રિયના વ્યાપાર રૂ૫ ઉપયોગને ઇન્દ્રિયોપયોગ કહે છે અને સામાન્ય ચેતના રૂપ ઉપયોગને નોઇન્દ્રિયોપયોગ કહે છે. ઉત્પત્તિના સમયે દ્રવ્યેન્દ્રિય ન હોવાથી તેના વ્યાપાર રૂ૫ ઇન્દ્રિયોપયોગ પણ હોતો નથી પરંતુ ઉત્પત્તિના સમયે સામાન્ય ચેતનારૂપ ઉપયોગ હોવાથી નોઇન્દ્રિયોપયુક્ત જીવ ઉત્પન્ન થાય છે. અહીં નોઇન્દ્રિય શબ્દ આત્મપરિણામનો વાચક છે. મનયોગી આદિ – ઉત્પત્તિના સમયે જીવ અપર્યાપ્ત હોય છે, તેથી પર્યાપ્તાવસ્થામાં પ્રાપ્ત થનાર મન અને વચન યોગનો અભાવ હોય છે. સંસારી જીવને કાયયોગ તો સદૈવ રહે છે, તેથી તેનો નિષેધ કર્યો નથી. સંખ્યાતની ઉત્પત્તિ - સંખ્યાત યોજન વિસ્તૃત નરકવાસમાં સંખ્યાત નૈરયિકો જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી સર્વ ભાવોમાં સંખ્યાત નૈરયિકો ઉત્પન્ન થાય છે.
આ રીતે ઉત્પત્તિ સમયે પ્રથમ નરકમાં શેષ ૩૮ બોલોમાંથી ચક્ષુદર્શન, સ્ત્રીવેદ, પુરુષવેદ, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ, આ ૧૦ બોલ છોડીને શેષ ૨૮ બોલ હોય છે. નારકોની ઉદ્વર્તના સંબંધી ૩૯ પ્રશ્નોત્તર:| ५ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुणरएसु एगसमएणं केवइया णेरइया उव्वदृति ? केवइया काउलेस्सा उव्वदृति जावकेवइया अणागारोवउत्ताउव्वट्टति?
गोयमा ! इमीसेणंरयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसुसंखेज्ज वित्थडेसुणरएसु एगसमएणं जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेण संखेज्जा णेरइया उव्वदृति । जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा काउलेस्सा उव्वदृति । एवं जावसण्णी । असण्णी ण उव्वदृति। जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं सखेज्जा भवसिद्धिया उव्वट्टति । एवं जावसुयअण्णाणी । विभगणाणीण उव्वट्टति । चक्खुदसणी ण उव्वट्टति । जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं सखेज्जा अचक्खुदसणी उब्वट्टति । एव जावलोभकसायी । सोइदियोवउत्ताण उव्वट्टति, एवं जाव फासिंदियोवउत्ता ण उव्वति । जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा. उक्कोसेणं संखेज्जा णोइंदियोवउत्ता उव्वदृति । मणजोगीण उव्वदृति, वइजोगी विण