Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સરર |
શ્રી ભગવતી સત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પોપટની પાંખમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! વ્યાવહારિક નથી પોપટની પાંખ લીલાવર્ણની છે અને નિશ્ચય નયથી તેમાં પાંચ વર્ણ ઇત્યાદિ પૂર્વોક્ત રૂપે જાણવું જોઈએ. આ રીતે આ જ વકતવ્યતા દ્વારા ચણોઠી લાલ છે, હળદર પીળી છે, શંખ શ્વેત છે, કૃષ્ઠ(કપડાને સુગંધિત કરનારા પાન) સુગંધિત છે, મૃતક શરીર દુર્ગન્ધિત છે, લીમડો કડવો છે. સુંઠ તીખી છે, કવિઠ(કો) કષાયેલું(તૂરુ) છે, આમલી ખાટી છે, ખાંડ મધુર છે, વજ કર્કશ છે, માખણ મૃદુ છે. લોખંડ ભારે છે, ઘુવડની પાંખ હળવી છે, બરફ ઠંડો છે, અગ્નિકાય ઉષ્ણ છે અને તેલ સ્નિગ્ધ છે પરંતુ નિશ્ચય નયથી આ સર્વેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. ૪ છારિયા ગંભ !વળે, પુછ ?
गोयमा ! एत्थ दो णया भवंति,तं जहा-णिच्छइय-णए य वावहारियणए य, वावहारियणयस्सलुक्खा छारिया,णेच्छइयणयस्स पचवण्णा जावअट्ठफासा पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાખમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર- હે ગૌતમ! વ્યાવહારિક નયથી રાખ રૂક્ષ સ્પર્શવાળી છે અને નિશ્ચય નયથી રાખમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યેક વસ્તુના વર્ણાદિનું નિરૂપણ નિશ્ચય અને વ્યવહાર આ બે નયોથી કર્યું છે.
વ્યવહારનય લોક વ્યવહારનું અનુસરણ કરે છે. તે નય વસ્તુમાં અનેક વર્ણાદિ હોવા છતાં જેની પ્રધાનતા-મુખ્યતા હોય કે જે વર્ણાદિ સ્પષ્ટરૂપે દષ્ટિગોચર થતાં હોય તેને ગ્રહણ કરે છે. શેષ અન્ય વર્ણાદિની તે ઉપેક્ષા કરે છે. વ્યવહાર નયની અપેક્ષાએ દૂધ સફેદ છે, હળદર પીળી છે, તે પ્રમાણે કથન થાય છે. આ કથનમાં શ્વેત વર્ણ તથા પીળા વર્ણની જ પ્રધાનતા છે પરંતુ તે સમયે પણ તેમાં અન્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અવશ્ય હોય જ છે. નિશ્ચયનય વસ્તુના મૂળભૂત સ્વભાવને સ્વીકારે છે. પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું સાહચર્ય હોય છે. અહીં ગોળ, ભ્રમર, પોપટની પાંખ, રાખ આદિ પદાર્થોમાં બંને નયોની અપેક્ષાએ ઉત્તર આપ્યા છે. નિશ્ચયનયથી તો દશ્યમાન પ્રત્યેક પદાર્થમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. પરમાણુ અને સ્કંધાદિમાં વર્ણાદિ -
५ परमाणुपोग्गलेणं भंते !कइवण्णे जावकइफासे पण्णत्ते? गोयमा ! एगवण्णे, एगगधे, एगरसे, दुफासे पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે? ઉત્તરહે ગૌતમ! એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. ६ दुपएसिए णं भंते ! खंधे कइवण्णे, पुच्छा? ।
गोयमा ! सिय एगवण्णे, सिय दुवण्णे; सिय एगगंधे, सिय दुगंधे; सिय एगरसे,