Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૪
गोयमा ! से जहाणामए केइ पुरिसे तरुणे बलवं जावणिउणसिप्पोवगए एगं पुरिसंजुण्णंजराजज्जरियदेहं जावदुब्बलं किलंतंजमलपाणिणा मुद्धाणसि अभिहणिज्जा, से णं गोयमा ! पुरिसे तेणं पुरिसेणं जमलपाणिणा मुद्धाणंसि अभिहए समाणे केरिसियं वेयणं पच्चणुब्भवमाणे विहरइ ? अणिटुंसमणाउसो !तस्सणंगोयमा !पुरसस्सवेयणाहितो पुठविकाइएअक्कतेसमाणेएत्तोअणि?तरियंचेव अकंततरियं जावअमणामतरियंचेव वेयणं पच्चणुब्भवमाणे विहरइ। શબ્દાર્થ:- અ = આક્રાન્ત થવા પર આક્રમણ થવા પર, પ્રતાડિત થવા પર ગમનપાણિ = મુષ્ટિથી, બંને હાથેથી વિતત કલાન્ત ગરીનગરિયવેદં= જરાથી જર્જરિત શરીરવાળામુહિક મસ્તક પર. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને આક્રાન્ત કરવા પર(તેને વાટવા પર) તે કેવા પ્રકારની પીડાનો અનુભવ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે કોઈ યુવાન, બલવાન યાવતું અત્યંત કલાકુશળ પુરુષ કોઈ જીર્ણ જરાથી જર્જરિત થાવ, દુર્બલ અને ક્લાન્ત(રોગથી પીડિત) શરીરી પુરુષના મસ્તક પર બંને મુષ્ટિથી પ્રહાર કરે, તો તે પુરુષ દ્વારા મુષ્ટિ પ્રહાર થતાં તે વૃદ્ધ પુરુષ કેવા પ્રકારની પીડાનો અનુભવ કરે ? “હે ભગવન્! તે વૃદ્ધ અત્યંત અનિષ્ટ પીડાનો અનુભવ કરે છે'.
- હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોને આક્રાન્ત કરવા પર તે જીવો, વૃદ્ધ પુરુષની વેદનાથી પણ અધિક અનિષ્ટતર, અપ્રિય ભાવ અત્યંત અમનોજ્ઞ પીડાનો અનુભવ કરે છે. ३२ आउयाए णं भंते ! संघट्टिए समाणे केरिसियं वेयणं पच्चणुब्भवमाणे विहरइ ।
गोयमा ! जहा पुढविकाइए । एवं तेउकाए वि, एवं वाउकाए वि, वणस्सइकाए વિ . સેવં ભતે સેવં ભક્ત ! | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે અપ્લાયિક જીવનું સંઘટન(સંઘર્ષ-સ્પર્શ) થાય છે, ત્યારે તે કેવી રીતે વેદનાનો અનુભવ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયની સમાન અપ્લાયની વેદનાને પણ જાણવી જોઈએ. તે જ રીતે અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયને માટે પણ જાણવું જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન :
પાંચ સ્થાવરોની વેદના છદ્મસ્થોને ઇન્દ્રિયગોચર થતી નથી. તેથી ભગવાને વૃદ્ધ પુરુષના દષ્ટાંતથી આ વિષયને સ્પષ્ટ કર્યો છે. કારણ કે વૃદ્ધ પુરુષની વેદના મનુષ્ય માટે બુદ્ધિગમ્ય થઈ શકે છે. પાંચે સ્થાવર જીવોની વેદના વદ્ધ પુરુષની અપેક્ષાએ અત્યંત અનિષ્ટ અને અમનોજ્ઞ હોય છે.
| શતક ૧૯/૩ સંપૂર્ણ છે તે