Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૨૦: ઉદ્દેશક-૯
૫૮૫ |
ઉત્તર- હે ગૌતમ! આ જંબુદ્વીપ યાવતુ જેની પરિધિ ૩,૧૬,૨૭ યોજનથી કંઈક અધિક છે, તેની ચારે તરફ કોઈ મહદ્ધિક યાવત મહાસુખી દેવ યાવત હું તેની પ્રદક્ષિણા કરીને હમણાં આવું, હમણા આવું એ જ પ્રમાણે કહીને ત્રણ ચપટી વગાડે, તેટલા સમયમાં, ત્રણ વાર ચક્કર લગાવીને શીધ્ર આવે છે. તેવી શીધ્ર ગતિ હે ગૌતમ ! વિદ્યાચારણની છે અને આ પ્રકારની શીધ્ર ગતિનો તેનો વિષય છે. |४ विज्जाचारणस्सणं भंते ! तिरियं केवइयं गइविसए पण्णत्ते?
गोयमा !सेणंइओ एगेणं उप्पाएणं माणुसुत्तरे पव्वए समोसरणं करेइ, करेत्तातहिं चेइयाई वंदइ, वंदित्ता बिइएणं उप्पाएणं णंदीसरवरे दीवे समोसरणं करेइ, करेत्ता तहिं चेझ्याइवदइ,वदित्तातओपडिणियत्तइ,तओपडिणियत्तित्ताइहमागच्छइ,इहमागच्छित्ता इह चेइयाइंवदइ । विज्जाचारणस्सणं गोयमा ! तिरिय एवइए गइविसएपण्णत्ते । શબ્દાર્થ - સમોસર રે = સમવસૃત થાય છે. સ્થિત થાય છે. રોકાય છે જે વવ પ્રભુના જ્ઞાનની સ્તુતિ કરે છે. જ્ઞાનનો મહિમા કરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાચારણની તિરછી ગતિનો વિષય કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ ! વિધાચારણ એક ઉડાનથી માનુષોત્તર પર્વત પર સમોસરે છે અર્થાતુ ત્યાં જઈને સ્થિત થાય છે. ત્યાંના દશ્યો જોઈ જ્ઞાનનો મહિમા કરે છે. પછી બીજા ઉડાનથી નંદીશ્વર દ્વીપમાં જઈને સ્થિત થાય છે. ત્યાંના દશ્યો જોઈ જ્ઞાનનો મહિમા કરે છે. પછી ત્યાંથી એક જ ઉત્પાતમાં પાછા અહીં આવી જાય છે, અહીં આવીને પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે. હે ગૌતમ! વિદ્યાચારણની તિરછી ગતિનો વિષય આ પ્રકારનો છે. ५ विज्जाचारणस्सणं भंते ! उड्डे केवइए गइविसए पण्णत्ते?
गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं णंदणवणे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइंवदइ, वंदित्ता बिइएणं उप्पाएणं पंडगवणे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाई वंदइ, वंदित्ता तओ पडिणियत्तइ, तओ पडिणियत्तित्ता इहमागच्छइ, इहमागच्छित्ता इहं
चेइयाइंवदइ । विज्जाचारणस्सणंगोयमा ! उ8 एवइए गइविसएपण्णत्ते। सेणं तस्स ठाणस्स अणालोइय अपडिक्कतेकालंकरेइ, णत्थितस्स आराहणा,सेणंतस्स ठाणस्स आलोइयपडिक्कते कालं करेइ अत्थितस्स आराहणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાચારણની ઊર્ધ્વ ગતિનો વિષય કેટલો છે?
ઉત્તર– હે ગૌતમ! વિદ્યાચારણ એક ઉત્પાત દ્વારા નંદનવનમાં જઈને સ્થિત થાય છે. ત્યાં જ્ઞાનનો મહિમા કરે છે. પછી બીજા ઉત્પાત દ્વારા પંડગવનમાં સ્થિત થાય છે. ત્યાં જ્ઞાનનો મહિમા કરે છે. પછી ત્યાંથી એક જ ઉત્પાતમાં પાછા અહીં આવી જાય છે. અહીં આવીને પ્રભુના જ્ઞાનનો મહિમા-ગુણાનુવાદ કરે છે. હે ગૌતમ! વિદ્યાચારણની ઊર્ધ્વગતિનો વિષય આ પ્રકારનો છે.
હે ગૌતમ! તે વિદ્યાચારણ લબ્ધિનો પ્રયોગ કરવા સંબંધી દોષ સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાળધર્મને પ્રાપ્ત કરે, તો આરાધક થતા નથી અને જો તે દોષસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ