Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૧૦
| ૫૯૩ |
७ णेरइया णं भंते ! किं आयकम्मुणा उववज्जति, परकम्मुणा उववज्जति ? गोयमा ! आयकम्मुणा उववज्जति, णो परकम्मुणा उवज्जति । एवं जाववेमाणिया। एवं उव्वट्टणादडओ वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું આત્મકર્મથી ઉત્પન્ન થાય છે કે પરકર્મથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! આત્મકર્મથી ઉત્પન્ન થાય છે. પરકર્મથી નહીં. આ રીતે યાવતુ વૈમાનિક પર્યત જાણવું જોઈએ. આ રીતે ઉદ્વર્તનનો દંડક પણ જાણવો જોઈએ. | ८ रइया णं भंते ! किं आयप्पओगेणं उववज्जति, परप्पओगेणं उववति ? गोयमा! आयप्पओगेणं उववज्जंति, णोपरप्पओगेणंउववज्जति । एवं जाववेमाणिया। एवं उव्वट्टणादंडओ वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવો શું આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે કે પરપ્રયોગથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. આ રીતે થાવત્ વૈમાનિક દેવો પર્યત જાણવું જોઈએ. આ જ રીતે ઉદ્વર્તન સંબંધી સંપૂર્ણ વર્ણન પણ કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની ઉત્પત્તિ અને ઉદ્વર્તનાના વિવિધ વિકલ્પોનું સ્પષ્ટીકરણ છે. આત્મોપકમઃ- આયુષ્ય સ્વયં ઘટાડવું, જીવ જ્યારે કોઈ પણ પ્રકારે આત્મ હત્યા કરે કે સ્વયંની ભૂલથી મૃત્યુ થઈ જાય તેને આત્મોપક્રમ કહે છે. યથા– વિષ પ્રયોગથી શ્રેણિક રાજાનું મરણ. પરોપક્રમઃ-અન્ય દ્વારા આયુષ્ય ઘટાડવું, યથા-કોણિકરાજાનું દેવ દ્વારા મરણ થયું તેને પરોપક્રમ કહેવાય. નિરુપકમઃ- આયુષ્યને પૂર્ણપણે ભોગવવું. કોઈપણ નિમિત્ત વિના સહજ મરણ થાય તે નિરુપક્રમથી મરણ કહેવાય. નારકી, દેવતા, યુગલિક આદિને નિરુપક્રમ મરણ થાય છે. ૨૪ દંડકના જીવોની ઉત્પત્તિ આ ત્રણે પ્રકારે થાય છે. સોપક્રમી અને નિરુપક્રમી એમ બે પ્રકારના આયુષ્યમાં સોપક્રમી આયુષ્ય સામાન્ય કે વિશેષ કોઈપણ નિમિત્તથી તૂટી જાય(ઘટી જાય) છે અને નિરુપક્રમી આયુષ્ય કોઈપણ નિમિત્ત મળે કે નિમિત્ત ન મળે તે પૂર્ણ થવાથી જ મૃત્યુ થાય છે. તે આયુષ્ય વચ્ચે તૂટતુ નથી. ઉદ્વર્તન :- જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને નીકળે તેને ઉદ્વર્તના કહે છે. તેમાં સર્વ દંડકમાં સમાનતા નથી. નારકી, દેવો અને યુગલિકો વગેરે નિરુપક્રમ આયુષ્યવાળા જીવોની ઉદ્વર્તના નિરુપક્રમપણે જ થાય છે. કારણ કે તેના આયુષ્યમાં કોઈ પણ પ્રકારના ઉપક્રમની સંભાવના નથી. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં સોપક્રમ આયુષ્યવાળા જીવોની ઉદ્વર્તના આત્માપક્રમ આદિ ત્રણે પ્રકારે થાય છે. આત્મતિ, આત્મકર્મ, આત્મપ્રયોગઃ- (૧) પોતાના સામર્થ્યથી, (૨) સ્વકૃત આયુષ્ય આદિ કર્મોથી, (૩) પોતાના વ્યાપારથી ઉત્પન્ન થવું કે મૃત્યુ થયું. ૨૪ દંડકના જીવો આત્મઋદ્ધિથી, આત્મકર્મથી અને આત્મપ્રયોગથી જ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે પરંતુ પર(અન્ય કોઈના) સામર્થ્યથી કે પરકૃત કર્મથી અથવા પર પ્રયોગથી અર્થાતુ ઇશ્વર આદિ કોઈના દ્વારા તેની ઉત્પત્તિ કે ઉદ્વર્તના થતી નથી.