Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
|
૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરીઠા, બહેડા, હરડે, ભિલ્લામાં, ઉમ્બરિય, ક્ષીરણી. ઘાતકી, પ્રિયાલ-ચારોળી, પૂતિક, નિવાગ, સહક, પાસિય, શીશમ, અશન, પુન્નાગ(નાગકેશર), નાગવૃક્ષ, શ્રીપર્ણ અને અશોક, આ સર્વ વૃક્ષોના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અહીં પણ તાલ વર્ગની સમાન સમગ્ર રૂપે મૂલ આદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ તેના પાંચ વિભાગમાં દેવો આવીને ઉત્પન્ન થાય છે તેમ સમજવું.
શતક-રર/ર સંપૂર્ણ
ત્રીજો બહુબીજક વર્ગઃ દશ ઉદ્દેશક | १ अह भंते ! अत्थियतिंदुरबोस्कविठ्ठ-अंबाडग-माउलिंग बिल्ल-आमलगफणस दाडिम आसत्थ-उंबस्वङणग्गोहणदिरुक्खपिप्पलि-सत-पिलक्खुरुक्खकाउंबरिय कुच्छंभरियदेवदालि-तिलगलउय छत्तोह-सिरीससत्तवण्ण-दहिवण्ण-लोद्ध-धव-चंदणअज्जुण-णीवकुडुगकलबाण एएसिणजे जीवा मूलत्ताए वक्कमति, पुच्छा?
गोयमा ! एत्थ विमूलादीया दस उद्देसगा तालवग्गसरिसा णेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અગસ્તિક, તિન્દુક, બોર, કવીઠ, અંબાડક, બીજોરા, બિલા, આમળા, ફણસ, દાડમ, પીપળો, ઉદુમ્બર, વડ, ન્યગ્રોધ, નક્ટિવૃક્ષ, પીપર, સતર, પ્લેક્ષ વૃક્ષ, કાકોદુમ્બરી, કસ્તુભરી, દેવદાલિ, તિલક, લીચી, છત્રોધ, શિરીષ, સપ્તપર્ણ, દધિપર્ણ, લોધક, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદમ્બ, આ સર્વ વૃક્ષોના મૂળરૂપે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ! અહીં પણ પ્રથમ તાલવર્ગની સમાન મૂલ આદિથી બીજ સુધીના દશ ઉદ્દેશક છે. તેના પાંચ વિભાગમાં દેવો આવીને ઉત્પન્ન થાય તેમ સમજવું જોઈએ.
છે શતક-રર/૩ સંપૂર્ણ
Tચોથો ગુચ્છ વર્ગઃ દશ ઉદ્દેશક | १ अह भंते ! वाइंगणि-अल्लइपोंडइ एवं जहा पण्णवणाएगाहाणुसारेणंणेयव्वं जाव गंज-पाडला-वासि अंकोल्लाणं एएसिणंजे जीवा मूलत्ताए वक्कमति,पुच्छा?
गोयमा !एत्थ विमूलादीया दस उद्देसगा जावबीयंति णिरवसेसंजहा वंसवग्गो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રીંગણી, અલ્લઈ, પોંડઈ ઇત્યાદિ વૃક્ષોના નામ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદની ગાથા અનુસાર જાણવા જોઈએ યાવતુ ગંજ, પાટલા, દાસિક અંકોલ સુધી; આ સર્વ વૃક્ષો (છોડ)ના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! અહીં પણ મૂળથી લઈને બીજ સુધી સમગ્રરૂપે મૂલાદિ દશ ઉદ્દેશક શતક૨૧/૪ વાંસ વર્ગની સમાન જાણવા જોઈએ.(તેની કોઈ પણ અવસ્થામાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી.)
Loading... Page Navigation 1 ... 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706