Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 679
________________ શતક ૨૧ ण उववज्जइ, तिण्णि लेसाओ, सव्वत्थ वि छव्वीस भंगा, सेसं तं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વાંસ, વેણુ, કનક, કર્કાવંશ, ચારુવંશ, દંડા, કૂડા, બિમા, ચંડા, વેણુકા અને કલ્યાણી, આ સર્વ વનસ્પતિના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવે છે ? ૧૫ ઉત્તર– હે ગૌતમ ! અહીં પણ પૂર્વવત્ શાલિ-વર્ગની સમાન મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે અહીં કોઈ પણ સ્થાનમાં દેવો ઉત્પન્ન થતા નથી, તેથી સર્વત્ર ત્રણ લેશ્યા અને તેના ૨૬ ભંગ જાણવા જોઈએ. શેષ પૂર્વવત્. || શતક-૨૧/૪ સંપૂર્ણ ॥ પાંચમો ઈક્ષુવર્ગ: દશ ઉદ્દેશક १ अह भंते ! इक्खुइक्खुवाडिया वीरणा-इक्कड भमास सुंठ-सर-वेत्त तिमिस्सयपोरग णलाणं एएसि णं जे जीवा मूलात्ताए वक्कमंति, पुच्छा ? गोयमा ! जहेव वंसवग्गो तहेव एत्थ वि मूलादीया दस उद्देगा, णवरं खंधुद्देसे देवो उववज्जइ, चत्तारि लेस्साओ, सेसं तं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઇક્ષુ, ઇક્ષુ-વાટિકા, વીરણ, ઇક્કડ, ભમાસ, સૂંઠ, શર, વેત્ર-નેતર, તિમિર, સતપોરગ અને નલ, આ સર્વ વનસ્પતિઓના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ચોથો વાંસ-વર્ગ કહ્યો, તે જ રીતે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે સ્કંધ ઉદ્દેશકમાં દેવો ઉત્પન્ન થાય છે અને તેને ચાર લેશ્યા હોય છે. શેષ પૂર્વવત્ સમજવું જોઈએ. વિવેચન : શેરડી આદિ પર્વબીજ વનસ્પતિ(કાતળીવાળી વનસ્પતિ) વિષયક આ વર્ગ છે. તેના સ્કંધમાં દેવની ઉત્પત્તિ થઈ શકે છે. તેથી સ્કંધમાં ચાર લેશ્યા અને ૮૦ ભંગ હોય છે. શેષ કથન શાલિ ઉદ્દેશકની સમાન જાણવું. || શતક-૨૧/૫ સંપૂર્ણ છઠ્ઠો દર્ભવર્ગ : દશ ઉદ્દેશક १ अह भंते ! सेडिय-भंडिय-दब्भकोंतिय-दब्भकुस- पव्वग-पोदइल-अज्जुण- आसाढ - रोहियंस-मुतव-क्खीर-भुस- एरंड-कुरुकुंद-करकर-सुंठ- विभंगु-महुरयण-थुरग-सिप्पियसुंकलितणाणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति, पुच्छा ? गोयमा ! एत्थ वि दस उद्देसगा णिरवसेसं जहेव वसवग्गो ।

Loading...

Page Navigation
1 ... 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706