Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૨૦: ઉદ્દેશક-૧૦
| ૫૯૯ |
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા અનેક ષક સમર્જિત પૃથ્વીકાયિક જીવો છે. તેનાથી અનેક ષક અને એક નોષક સમર્જિત પૃથ્વીકાયિક જીવો સંખ્યાતગુણા છે. આ રીતે વાવત વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. બેઇન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. १८ एएसिणं भंते ! सिद्धाणं छक्कसमज्जियाणं णोछक्कसमज्जियाणं जावछक्केहि यणोछक्केण यसमज्जियाण यकयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा? . गोयमा !सव्वत्थोवा सिद्ध छक्केहि यणोछक्केण यसमज्जिया,छक्केहिंसमज्जिया संखेज्जगुणा, छक्केण य णोछक्केण य समज्जिया संखेज्जगुणा, छक्कसमज्जिया संखेज्जगुणा, णोछक्कसमज्जिया संखेज्जगुणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ષક સમર્જિત, નોષક સમર્જિત કાવત અનેક પક એક નોષક સમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા અનેક ષક અને એક નોષક સમર્જિત સિદ્ધો છે, (૨) તેનાથી અનેક ષક સમર્જિત સિદ્ધો સંખ્યાત ગુણા છે, (૩) તેનાથી એકષક અને એક નોષક સમર્જિત સિદ્ધો સંખ્યાત ગુણા છે, (૪) તેનાથી ષક સમર્જિત સિદ્ધો સંખ્યાત ગુણા છે અને (૫) તેનાથી એક નોષક સમર્જિત સિદ્ધો સંખ્યાત ગુણા છે. વિવેચન :પક સમર્જિત – જેનું પરિમાણ છનું હોયતેને ષક કહે છે. એક સમયમાં એક સાથે જો છ જીવો ઉત્પન્ન થાય, તો તેને ષક સમર્જિત કહે છે. નોષક સમર્જિત - એક સાથે એક સમયમાં એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ જીવો ઉત્પન્ન થાય તે નોષક સમર્જિત કહેવાય છે. એક ષટક, એક નોષટક સમર્જિત - એક સાથે એક સમયમાં સાત, આઠ, નવ દશ કે અગિયાર જીવો ઉત્પન્ન થાય તે એક ષક અને એક નો ષક કહેવાય છે. અનેક ષક સમર્જિત - એક સાથે છ-છના અનેક સમૂહરૂપે, ઉત્પન્ન થાય, તે અનેક ષ સમર્જિત કહેવાય છે. જેમ કે ૧૨, ૧૮, ૨૪ વગેરે. અનેક ષક એક નોષક - એક સમયમાં અનેક છ ના સમૂહથી અને એકથી પાંચ અધિકરૂપે ઉત્પન્ન થાય, તે અનેક ષક એક નોષક કહેવાય છે. જેમ કે ૧૩,૧૪,૧૫,૧૬,૧૭ તેમજ ૧૯,૨૦ આદિ. ૨૪ દંડકોમાં ષક આદિ:- નૈરયિકોમાં ષક આદિ પાંચે ભંગ પ્રાપ્ત થાય છે. કારણ કે નૈરયિકોમાં એક જ સમયે એક સાથે જઘન્ય એક,બે,ત્રણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સુધીના પાંચે ય પ્રકારના વિકલ્પોથી નૈરયિક જીવો ઉત્પન્ન થાય છે. અસંખ્યાતાની સંખ્યામાં પણ ષક આદિ પાંચ વિકલ્પોની સંખ્યાઓ થઈ શકે છે.
એકેન્દ્રિય જીવોમાં એક સાથે અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે, તેથી તેમાં (૧) અનેક ષક સમર્જિત તથા (૨) અનેકષક અને એક નોષક સમર્જિત, આ બે જ ભંગ પ્રાપ્ત થાય છે. તે બંને ભંગમાં અસંખ્યાતાનો સમાવેશ થઈ શકે છે. તે પહેલાના ત્રણ ભંગમાં અસંખ્યાતાનો સમાવેશ થતો નથી. તે ઉપર દર્શાવેલી