Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૫૧૬]
શ્રી ભગવતી સત્ર-૪
શતક-ર૦ | જે પરિચય
જે આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયોનું નિરૂપણ છે. તે આ પ્રમાણે છેપ્રથમ ઉદ્દેશકમાં બેઇન્દ્રિય આદિ ત્રસ જીવોમાં શરીરબંધ, આહાર, શ્યા, દષ્ટિ, આદિ બાર દ્વારથી વિષયની વિચારણા કરી છે. બીજ ઉદેશકમાં આકાશના પ્રકાર, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની અવગાહના તથા ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના વિવિધ પર્યાયવાચક શબ્દોની પ્રરૂપણા છે. ત્રીજા ઉદ્દેશકમાં પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાન, ચાર પ્રકારની બુદ્ધિ; અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા; ઉત્થાનાદિ; નારકત્વ, દેવત્વ, મનુષ્યત્વ આદિ; અષ્ટવિધ કર્મ, છ વેશ્યા, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન, ચાર સંજ્ઞા, પાંચ શરીર, બે ઉપયોગ આદિનું વર્ણન છે. ધર્મ આત્મરૂપ છે; તે આત્માથી અન્યત્ર (પુદ્ગલમાં) પરિણત થતા નથી, તે વિષયનું તથા ગર્ભગત જીવોની વર્ણાદિ પર્યાયોનું ઇત્યાદિ વિષયોનું નિરૂપણ છે. ચોથા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક પાંચ ઇન્દ્રિયોના ઉપચયનું નિરૂપણ છે. પાંચમા ઉદ્દેશકમાં પરમાણુ પુદ્ગલથી અનંતપ્રદેશી સુધીના સ્કંધોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિષયક પરમાણુ ચતુષ્ટયનું વિવિધ પ્રકારે વર્ણન છે. છઠ્ઠા ઉદ્દેશકમાં પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવો મારણાંતિક સમુઠ્ઠાત કરીને એક લોકાંતથી બીજા લોકાંત પર્યંતના ગમે તે સ્થાનના અંતરાલમાં ઉત્પન્ન થાય છે, ત્યારે શું પહેલાં આહાર કરે છે અને પછી ઉત્પન્ન થાય છે કે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે? ઇત્યાદિ પ્રશ્નોનું સમાધાન છે. સાતમા ઉદ્દેશકમાં ચોવીસ દંડકોમાં અષ્ટવિધકર્મોના ત્રિવિધ બંધનું નિરૂપણ છે. આઠમા ઉદ્દેશકમાં કર્મભૂમિ અને અકર્મભૂમિના પ્રકાર; ભરત, ઐરવત ક્ષેત્રમાં થતું કાલપરિવર્તન; મહાવિદેહ ક્ષેત્રમાં અવસ્થિતકાલ; કર્મભૂમિના ક્ષેત્રમાં ધર્મનું અસ્તિત્વ; ભરત-ઐરાવતક્ષેત્રમાં ચોવીસ તીર્થકરો; તેનો શાસનકાલ; શાસન વિચ્છેદકાલ તેમજ તીર્થ અને તીર્થકરાદિ વગેરે વિષયોનું વર્ણન છે. નવમા ઉદેશકમાં ચારણ મુનિના બે ભેદ– જંઘાચારણ અને વિદ્યાચારણનું સ્વરૂપ, તેમનું ઉડવાનું સામર્થ્ય, તેની ગતિની તીવ્રતાનું સામર્થ્ય, ગતિનો વિષય અને અંતમાં તે બંનેની આરાધના-વિરાધનાનું નિરૂપણ છે. દશમા ઉદ્દેશકમાં ચોવીસ દંડકવર્તી જીવોમાં સોપક્રમ અને નિરુપક્રમ આયુષ્ય; આત્મોપક્રમ, આત્મઋદ્ધિ, આત્મકર્મ આદિ દ્વારા થતું જીવનું ઉદ્વર્તન; ચોવીસ દંડકો અને સિદ્ધોમાં કતિસંચિત, અતિસંચિત અને અવકતવ્યસંચિત સંખ્યા વગેરે વિષયોનું પ્રતિપાદન છે.