Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક—૧૮ : ઉદ્દેશક-૭
વિકુર્વણા કરવી પડે છે. આ દેવો અને અસુરોના પુણ્યની તરતમતા છે. દેવલોકના દેવો પણ સંસારી હોવાથી રાગ-દ્વેષાદિ કષાયભાવને આધીન હોય છે. પૂર્વની વૈર ઝેરની પરંપરાથી દેવો અને અસુરો વચ્ચે પણ કયારેક સંગ્રામનો પ્રસંગ ઉપસ્થિત થાય છે. તે દેવો નિરછાલોકમાં આવી, તેને યુદ્ધભૂમિ બનાવીને સંગ્રામ કરે છે.
૪૨૭
કોઈ મહર્દિક દેવ વૈક્રિય લબ્ધિથી દ્વીપ, સમુદ્રની પરિક્રમા કરીને તુરંત પાછા આવી શકે છે. તે જંબૂદ્રીપથી રુચકવર દ્વીપ સુધી જઈ શકે છે. તેનાથી આગળ જઈ શકે છે પરંતુ પ્રયોજનના અભાવે તે દ્વીપ કે સમુદ્રની પરિક્રમા કરતા નથી.
દેવોના પુણ્ય તીવ્ર અને મંદ વિપાકવાળા હોવાથી તેના ક્ષયનું કાલમાન ભિન્ન ભિન્ન હોય છે. મંદ વિપાકવાળા કર્મો શીઘ્ર ક્ષય પામે છે. તીવ્ર વિપાકવાળા કર્મોનો ક્ષય શીઘ્ર થતો નથી. જેટલા પુણ્યાંશને વ્યંતર દેવો ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે. તેટલા પુણ્યાંશના ક્ષયમાં નવનિકાય દેવોને ૨૦૦ વર્ષ, અસુરકુમારને ૩૦૦ વર્ષ, ગ્રહ, નક્ષત્ર, તારા દેવોને ૪૦૦ વર્ષ, સૂર્ય, ચંદ્રને ૫૦૦ વર્ષ, સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવોને ૧૦૦૦ વર્ષ, સનત્કુમાર અને માહેન્દ્ર દેવલોકના દેવોને ૨૦૦૦ વર્ષ, બ્રહ્મલોક અને લાતક દેવલોકના દેવોને ૩૦૦૦ વર્ષ, મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવોને ૪૦૦૦ વર્ષ, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવલોકના દેવોને ૫૦૦૦ વર્ષ, નીચેની ત્રૈવેયકત્રિકના દેવોને એક લાખ વર્ષ, મધ્યમત્રિકના દેવોને બે લાખ વર્ષ, ઉપરની ત્રિકના દેવોને ત્રણ લાખ વર્ષ, ચાર અનુત્તર વિમાનના દેવોને ચાર લાખ વર્ષ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને પાંચ લાખ વર્ષ થાય છે.
આ રીતે આ ઉદ્દેશક વિવિધ રસપ્રદ વિષયોથી સભર છે.
܀܀