Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૭૬ ]
શ્રી ભગવતી સત્ર-૪
વિવેચન :
સ્થા દ્વાર - સ્વાદુ એટલે કદાચિત, કયારેક. અહીં સ્યા દ્વારની અપેક્ષાએ પ્રશ્ન કર્યો છે કે પૃથ્વીકાયના જીવો સ્વતંત્ર શરીરી જ છે તેમ છતાં શું કયારેક અનેક પૃથ્વીકાયિક જીવો મળીને સાધારણ-શરીર નામકર્મનો બંધ કરે છે? ત્યારપછી ઉત્પત્તિ સમયે એકી સાથે આહાર કરે છે, તેનું પરિણમન કરે છે અને શરીરનો બંધ (નિર્માણ) કરે છે? તેના ઉત્તરમાં પ્રભુએ પૃથ્વીકાયિક જીવોના સાધારણ શરીરના બંધનો સ્પષ્ટનિષેધ કર્યો છે, કારણ કે તે પ્રત્યેક શરીરી છે. તે જીવો પ્રત્યેક શરીર નામ કર્મનો જ બંધ કરે છે. સાધારણ શરીર નામ કર્મ બાંધતા નથી તેથી ઉત્પત્તિ સમયે તે જીવો, પૃથક પૃથક આહાર કરે છે પૃથક પૃથક પરિણમન કરે છે અને પૃથક્ પૃથક્ શરીર બાંધે છે, નિર્માણ કરે છે.
પુથ્વીકાયની જેમ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયના વિષયમાં તથા પંચેન્દ્રિયના વિષયમાં પણ સમજવું જોઈએ. વનસ્પતિ જીવોમાં જે સાધારણ શરીરી હોય છે તે ચાર, પાંચ જીવો નહીં પરંતુ અનંત જીવો મળીને સાધારણ શરીર(નામ કર્મ)નો બંધ કરે છે અને પછી ઉત્પત્તિ સમયે સાથે જ આહાર વગેરે કરે છે અને સાથે મળીને જ શરીરનું નિર્માણ કરે છે. સંજ્ઞાદિનો નિષેધ :- જીવોને સંજ્ઞા- વ્યાવહારિક અર્થને ગ્રહણ કરનારી બુદ્ધિ, પ્રજ્ઞા- સૂક્ષ્મ અર્થને વિષય કરનારી બુદ્ધિ, મન તથા વાણી એ ચારે ય હોતા નથી, તેથી તે જીવો જાણતા નથી કે હું આ જીવોને મારું છું. તે જ રીતે મરનારા જીવો પણ જાણતા નથી કે આ જીવો અમારી હિંસા કરનાર છે. તેમ છતાં તે જીવોને પ્રાણાતિપાતાદિ ક્રિયા અવશ્ય લાગે છે. કારણ કે તે જીવો પ્રાણાતિપાતાદિથી વિરત નથી. આ રીતે પૃથ્વીકાયિકાદિ જીવોમાં વચનનો અભાવ હોવા છતાં અવિરતિના કારણે તે જીવોને મૃષાવાદ આદિ જન્ય ક્રિયા લાગે છે. તે જ રીતે તે જીવો અઢાર પાપસ્થાનથી અવિરત હોવાથી તે જીવોને ૧૮ પાપસ્થાન સંબંધી ક્રિયા અવશ્ય લાગે જ છે. ઉત્પત્તિ દ્વારઃ- પથ્વીકાયિકાદિનરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તે તિર્યંચ, મનુષ્ય અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ઉદ્વર્તન દ્વારઃ- તે જીવ મરીને મનુષ્ય અને તિર્યંચમાં જાય છે. અકાય આદિની બાર દ્વારોથી પ્રરૂપણા:१७ सिय भंते ! जाव चत्तारिपंच आउक्काइया एगयओसाहारणसरीरंबंधति,बंधित्ता तओ पच्छा आहारैति?
___गोयमा !जो चेव पुढविकाइयाणंगमो सो चेव भाणियव्वो जावउव्वदृति, णवरं ठिई सत्त वाससहस्साई उक्कोसेणं, सेसतंचेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કદાચિતુ બે, ત્રણ, ચાર અથવા પાંચ અખાયિક જીવો મળીને એક સાધારણ શરીર બાંધે છે અને ત્યાર પછી આહાર કરે છે?
ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાયિકોના વિષયોમાં જે પ્રમાણે કહ્યું, તે જ રીતે અહીં પણ ઉદ્વર્તના દ્વારા સુધી જાણવું જોઈએ. વિશેષમાં અપ્લાયિક જીવોની સ્થિતિ ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે. શેષ પૂર્વવતું. १८ सिय भंते !जाव चत्तारि पंच तेउक्काइया, पुच्छा?