Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૫૪
શ્રી ભગવતી સૂત્ર-૪
'શતક-૧૮: દશક ૧૦
સોમિલા
ભાવિતાત્મા અણગારની વૈક્રિય શક્તિ - १ रायगिहे जावएवं वयासी- अणगारेणं भंते ! भावियप्पा असिधारंखुरधारंवा ओगाहेज्जा? गोयमा !हता ओगाहेज्जा।
सेणं भंते ! तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा?
गोयमा ! णो इणढे समढे, णो खलु तत्थ सत्थं कमइ । एवं जहा पंचमसए परमाणुपोग्गल वत्तव्वया जावअणगारेणं भते ! भावियप्पा उदावत्तं जावणो खलु तत्थ सत्थकमइ। ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછયું, હે ભગવન! શું ભાવિતાત્મા અણગાર(વૈક્રિય લબ્ધિના સામર્થ્યથી) તલવારની ધાર પર કે સુરધાર પર રહી શકે છે? ઉત્તર- હા, ગૌતમ! રહી શકે છે.
પ્રશ્ન- હે ભગવન્! શું તે છિન્ન ભિન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી કારણ કે ત્યાં શસ્ત્ર ગતિ કરતા નથી, ઈત્યાદિ શતક–પ૭િમાં કથિત પરમાણુ પુદ્ગલની વક્તવ્યતા કહેવી. યાવત્ હે ભગવન્! ભાવિતાત્મા અણગાર ઉદકાવર્તમાં (પાણીના વમળમાં પ્રવેશ કરે છે? હા, ગૌતમ! તે પ્રવેશ કરી શકે છે યાવતું તેને પાણી ભીંજવી શકતું નથી, કારણ કે ત્યાં શસ્ત્રની ગતિ થતી નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભાવિતાત્મા અણગારની વૈક્રિય લબ્ધિના સામર્થ્યનું કથન શતક-૫/૭ના અતિદેશપૂર્વક કર્યું છે.
ભાવિતાત્મા અણગાર લબ્ધિ સામર્થ્યથી તલવારની ધાર પર રહી શકે છે, અગ્નિની વચ્ચેથી નીકળી શકે છે, જલમાં પ્રવેશ કરી શકે છે પરંતુ લબ્ધિના પ્રભાવે કોઈ પણ શસ્ત્ર તેને અસર કરતા નથી. જે રીતે પથ્થર પર પડેલી અસ્ત્રાની ધાર નિષ્ફળ બની જાય છે. તે જ રીતે ભાવિતાત્મા અણગારના લબ્ધિના બળે સર્વ શસ્ત્રો નિષ્ફળ જાય છે. પરમાણુ અને સ્કંધની વાયુકાય સાથે સ્પર્શના :
२ परमाणुपोग्गलेणं भंते ! वाउकाएणं फुडे, वाउकाए वा परमाणुपोग्गलेणं फुडे ?