Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૯ : ઉદ્દેશક-૩
ઇન્દ્રિયરૂપે પરિણત થાય છે અને આહારિત તે પુદ્ગલ-સમૂહ મળની જેમ નષ્ટ(અપદ્રવ) થઈ જાય છે પતિસપ્પડ્= બહાર નીકળી જાય છે. વિખેરાઈ જાય છે.
૪૭૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે જીવ જેનો આહાર કરે છે, તેનો ચય થાય છે, જેનો આહાર કરતો નથી તેનો ચય થતો નથી. જેનો ચય થાય છે, તે આહારનો અસાર ભાગ બહાર કાઢે છે અને સાર ભાગ શરીર-ઇન્દ્રિયાદિરૂપે પરિણમે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! તે જીવો જેનો આહાર કરે છે, તેનો ચય થાય છે. જેનો આહાર કરતા નથી, તેનો ચય થતો નથી. જેનો ચય થાય છે, તે આહારનો અસાર ભાગ બહાર કાઢે છે અને સાર ભાગ શરીર, ઇન્દ્રિયાદિરૂપે પરિણમે છે.
९
सिणं भंते! जीवाणं एवं सण्णा इ वा पण्णा इ वा मणो इ वा वई इ वा 'अम्हे ખં આહારમાહામો' ?નોયમા !ખો ફળકે સમકે, આહાતિ પુળ તે ।
ભાવાર્થ :– પ્રશ્ન- હે ભગવન્ ! શું તે જીવોને “અમે આહાર કરીએ છીએ,’’ તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી, અર્થાત્ તે જીવોને “અમે આહાર કરીએ છીએ,’” તેવી સંજ્ઞા આદિ હોતા નથી, તેમ છતાં તે આહાર કરે છે.
१० सिणं भंते! जीवाणं एवं सण्णाइ वा जाव वईइ वा 'अम्हे णं इट्ठाणिट्ठे फासे य ડિસંવેતેનો ?નોયમા ! ખો ફળકે સમઢે, પરિસંવેવૃતિ પુળ તે ।
ભાવાર્થ :—પ્રશ્ન- હે ભગવન્ ! શું તે જીવોને ‘અમે ઇષ્ટ કે અનિષ્ટ સ્પર્શનો અનુભવ કરી એ છીએ,' તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી, તેમ છતાં તે વેદન કરે છે.
(૮) પ્રાણાતિપાત દ્વાર ઃ
११ ते ते ! जीवा किं पाणाइवाए उवक्खाइज्जति, एवं मुसावाए, अदिण्णादाणे जावमिच्छादंसणसल्ले उवक्खाइज्जति ?
गोयमा ! पाणाइवाए वि उवक्खाइज्जति जावमिच्छा दंसणसल्ले वि उवक्खाइज्जति । जेसिं पिणं जीवाणं ते जीवा एवमाहिज्जति तेसिं पिणं जीवाणं णो विण्णाए णाणत्ते । ભાવાર્થ :–પ્રશ્ન-હે ભગવન્ ! શું પૃથ્વીકાયિક જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન યાવત્ મિથ્યાદર્શન શલ્ય આદિના વ્યાપારમાં તત્પર હોય છે ? અર્થાત્ શું તે જીવો પ્રાણાતિપાતાદિ કરે છે; તેમ તેઓ માટે કહી
શકાય?
ઉત્તર– હે ગૌતમ ! તે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય આદિના વ્યાપારમાં તત્પર હોય છે. તે જીવ અન્ય પૃથ્વીકાયિકાદિ જીવોની હિંસા કરે છે, પણ તે જીવોને તેવું જ્ઞાન નથી કે આ જીવ અમારી હિંસા કરનાર છે.
(૯) ઉપપાત દ્વાર ઃ
१२णं भंते! जीवाकओहिंतो उववज्जंति, किं णेरइएहिंतो उववज्जंति, पुच्छा ?