Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૫૦ ]
શ્રી ભગવતી સત્ર-૪
અગ્નિકાયિક આદિ કહેવાય છે.
જે કોઈ નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવ, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થવાના હોય છે, તે ભવી દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યંચ કહેવાય છે. આ જ રીતે મનુષ્યોના વિષયમાં પણ જાણવું જોઈએ. વાણવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિવેચન : - ભવી દ્રવ્ય - ભવી = ભવિષ્યમાં થવાના છે. દ્રવ્ય = ભાવનિક્ષેપરૂપ નથી પરંતુ થવાના છે, તેથી દ્રવ્ય નિક્ષેપ રૂપ છે માટે તે દ્રવ્ય કહેવાય. આ રીતે સંક્ષેપમાં ભવિષ્યકાલની પર્યાયનું જે કારણ છે, તે ભવી દ્રવ્ય કહેવાય છે. ભૂતકાળની પર્યાયવાળાને પણ દ્રવ્યનિક્ષેપથી ‘દ્રવ્ય' કહેવાય છે પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં ભવિષ્યની પર્યાયના કારણભૂતને જ ભવી દ્રવ્ય કહ્યા છે.
ભવીદ્રવ્યની પરિભાષા ત્રણ પ્રકારે થાય છે.યથા– (૧) એકભવિક, (૨) બદ્ઘાયુષ્ક,(૩) અભિમુખનામ ગોત્ર. (૧) એકભાવિક :- જે જીવ વિવક્ષિત એક ભવ પશ્ચાતુ અમુક અન્ય ભવમાં ઉત્પન્ન થવાના છે તેને એકભવિક ભવી દ્રવ્ય કહે છે. જેમ કે જે મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિય હવે પછીના ભવમાં નરકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે એક ભવિક દ્રવ્ય નારક કહેવાય છે. (૨) બદ્ધાયુષ્ક:-જે જીવે આયુષ્યનો ત્રીજો ભાગ આદિ શેષ રહેતાં અમુક ભવનું આયુષ્ય બાંધી લીધું હોય તેને બદ્ધાયુષ્ક કહે છે. જેમ કે જે મનુષ્ય અથવા તિર્યંચે નરકનું આયુષ્ય બાંધી લીધું છે તેને બદ્ધાયુષ્ક ભવી દ્રવ્ય નારક કહેવાય છે. (૩) અભિમુખ નામ ગોત્ર – જે જીવ પૂર્વભવનો ત્યાગ કર્યા પછી, બીજા ભવના આયુષ્ય નામ-ગોત્રનું સાક્ષાત્ વંદન કરી રહ્યા છે, પરંતુ તે ભવસ્થાનને પ્રાપ્ત કર્યું નથી, કરવાના છે, તેને “અભિમુખનામ ગોત્ર' ભવી દ્રવ્ય કહેવાય છે. જેમ કે જે મનુષ્ય અથવા તિર્યંચ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને નરકગતિમાં જવા માટે વિગ્રહગતિમાં સ્થિત છે તેને અભિમુખ નામગોત્ર ભવી દ્રવ્ય નારક કહે છે. આ રીતે ૨૪ દંડકના જીવોની ત્રણે ય પ્રકારની ઉત્પત્તિની યોગ્યતા અનુસાર તેઓની ત્રણે ય પ્રકારે ભવી દ્રવ્યતા થાય છે. ભવ્ય દ્રવ્ય નૈરયિકાદિની સ્થિતિ:|३ भवियदव्वणेरइयस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अतोमुहत्त, उक्कोसेणं पुव्वकोडी। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! ભવ દ્રવ્ય નૈરયિકની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ વર્ષની છે. |४| भवियदव्वअसुरकुमारस्सणंभंते ! केवइयंकालं ठिई पण्णत्ता?गोयमा !जहण्णेणं अंतोमुहत्त, उक्कोसेणं तिण्णि पलिओवमाई। एवं जावथणियकुमारस्स। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ભવ દ્રવ્ય અસુરકુમારની કેટલી સ્થિતિ છે? ઉત્તર- હે ગૌતમ ! તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે, આ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ.