Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૮: ઉદ્દેશક-૭,
[ ૪૨૯ |
ઉપધિના પ્રકાર:
२ कइविहे णं भंते ! उवही पण्णत्ते? गोयमा ! तिविहे उवही पण्णत्ते,तं जहाकम्मोवही,सरीरोवही, बाहिरभण्डमत्तोवगरणोवही। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઉપધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઉપધિના ત્રણ પ્રકાર છે. યથા- કર્મોપધિ, શરીરોપધિ અને બાહ્યભાંડ-માત્રોપકરણોપધિ. રૂ જેરા અંતે !પુછ ?
गोयमा !दुविहे उवही पण्णत्ते, तंजहा- कम्मोवही यसरीरोवही य । सेसाणं तिविहे उवही एगिदियवज्जाणं जाववेमाणियाणं । एगिदियाणं दुविहे उवही पण्णत्ते,तं जहा-कम्मोवही यसरीरोवही य। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારની ઉપધિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! બે પ્રકારની ઉપધિ હોય છે. યથા- કર્મોપધિ અને શરીરોપધિ. એકેન્દ્રિય જીવો સિવાય શેષ સર્વ જીવોને યાવત વૈમાનિક સુધી ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. એકેન્દ્રિય જીવોને બે પ્રકારની ઉપધિ હોય છે. યથા- કર્મોપધિ અને શરીરોપધિ. | ४ कइविहे णं भंते ! उवही पण्णत्ते? गोयमा ! तिविहे उवही पण्णत्ते, तं जहासच्चित्ते, अचित्ते, मीसए । एवंणेरइयाण वि, एवं णिरवसेस जाववेमाणियाण । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ઉપધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઉપધિના ત્રણ પ્રકાર છે. યથા- સચિત્ત. અચિત્ત અને મિશ્ર. નૈરયિકોથી વૈમાનિકો સુધીના પ્રત્યેક દંડકમાં ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ પ્રકારની ઉપધિનું કથન કરીને ૨૪ દંડકમાં તેના અસ્તિત્વનું નિરૂપણ કર્યુ છે. ૩હિ :- ઉપધિ. (૧) વ્યુત્પતિના આધારે તેનો અર્થ આ પ્રમાણે થાય છે– ૩૫થીયતે-૩પષ્ટગતચેના ભાગલાનુifધા જેના વડે આત્મા શુભાશુભ ગતિઓમાં સ્થિર કરાય છે તે ઉપધિ છે (૨) ઉપધિ એટલે જીવન વ્યવહારમાં ઉપયોગી શરીર, કર્મ અને વસ્ત્રાદિ. તેના બે પ્રકાર છે– બાહ્ય અને આત્યંતર. શરીર અને કર્મ આત્યંતર ઉપધિ છે, જ્યારે વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ઉપધિ છે, તેમાં નારકી અને એકેન્દ્રિયો પાસે વસ્ત્ર, પાત્રાદિ બાહ્ય ઉપધિ હોતી નથી. તેથી તેની પાસે શરીર અને કર્મરૂપ બે પ્રકારની ઉપધિ હોય છે. અન્ય પ્રકારે ઉપધિના ત્રણ ભેદ – શરીર જીવથી કથંચિત્ અભિન્ન હોવાથી સચિત્ત ઉપધિ રૂપ છે, ઉત્પત્તિ સ્થાન કે અન્ય બાહ્ય સાધનો અચિત્ત ઉપાધિ રૂપ છે અને શ્વાસોશ્વાસાદિ પુગલો યુક્ત શરીર તે મિશ્ર ઉપાધિ રૂપ છે. પરિગ્રહના પ્રકાર :
५ कइविहे णं भंते ! परिग्गहे पण्णत्ते? गोयमा !तिविहे परिग्गहे पण्णत्ते,तंजहाकम्मपरिग्गहे, सरीरपरिग्गहे,बाहिरगभडमत्तोवगरणपरिग्गहे।