Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-s
[ ૪૨૩] सिय दुरसे; सिय दुफासे, सिय तिफासे, सिय चउफासे पण्णत्ते । एवं तिपएसिए वि, णवरं सिय एगवण्णे, सिय दुवण्णे, सिय तिवण्णे । एवं रसेसुवि, सेसंजहा दुपएसियस्स एवं चउपएसिए वि, णवरं सिय एगवण्णे जावसिय चउवण्णे । एवं रसेसुवि, सेसंतंचेव । एवं पंच पएसिए वि, णवरंसिय एगवण्णे जावसिय पंचवण्णे, एव रसेसु विगंधफासा तहेव । जहा पंचपएसिओ एवं जाव असंखेज्जपएसिओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્ધિપ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
ઉત્તર-હે ગૌતમ ! કદાચિત્ એક વર્ણ અને કદાચિત્ બે વર્ણ, કદાચિત્ એક ગંધ, કદાચિત્ બે ગંધ, કદાચિત્ એક રસ અને કદાચિત્ બે રસ, કદાચિત્ બે સ્પર્શ, કદાચિત્ ત્રણ સ્પર્શ અને કદાચિત્ ચાર સ્પર્શ હોય છે. આ રીતે ત્રિપ્રદેશી સ્કંધના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કદાચિત્ એક વર્ણ, કદાચિત્ બે વર્ણ અને કદાચિત્ ત્રણ વર્ણ યુક્ત હોય છે. આ રીતે રસના વિષયમાં પણ જાણવું જોઈએ. આ રીતે ચતુષ્પદેશી સ્કંધના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કદાચિતુ એક વર્ણ યાવત કદાચિતુ ચાર વર્ણ હોય છે. આ રીતે રસના વિષયમાં પણ જાણવું જોઈએ. શેષ સર્વ પૂર્વવત્ છે. આ રીતે પંચ પ્રદેશી સ્કંધના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કદાચિતુ એક વર્ણ યાવતુ કદાચિત પાંચ વર્ણ હોય છે. આ રીતે રસના વિષયમાં પણ જાણવું જોઈએ. ગંધ અને સ્પર્શ પૂર્વવતુ જાણવા જોઈએ. જે રીતે પંચપ્રદેશી સ્કંધનું કથન કર્યું તે જ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધી જાણવું જોઈએ.
७ सुहुमपरिणए णं भंते ! अणंतपएसिए खंधे कइवण्णे पुच्छा? गोयमा ! जहा पंचपएसिए तहेव णिरवसेसं। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ પરિણામી અનંત પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન પંચપ્રદેશી સ્કંધની સમાન સંપૂર્ણરૂપે જાણવું જોઈએ. ८ बायरपरिणए णं भंते ! अणंतपएसिए खंधे कइवण्णे, पुच्छा?
गोयमा !सिय एगवण्णे जावसिय पंचवण्णे, सिय एगगंधेसियदुगंधे, सिय एगरसे जावसिय पंचरसे, सिय चउफासे जावसिय अट्ठफासेपण्णत्ते । । सेव भंते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાદર પરિણામી અનંત પ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ! તે કદાચિતુ એક વર્ણ યાવત કદાચિતુ પાંચ વર્ણ હોય છે. કદાચિતુ એક ગંધ કે બે ગંધ, કદાચિત્ એક રસ કાવતુ પાંચ રસ, ચાર સ્પર્શ ભાવતુ કદાચિત્ આઠ સ્પર્શ હોય છે.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ પુદ્ગલથી લઈને અનંતપ્રદેશી સ્કંધોમાં વર્ણાદિનું નિરૂપણ છે. પરમાણુ પુદગલમાં વદિ - એક પરમાણુમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે, તેના વિકલ્પો સોળ થાય છે. જેમ કે કોઈ પરમાણુ કાળો, કોઈ નીલો, કોઈ લાલ, કોઈ પીળો અને