Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૪: ઉદ્દેશક-હ.
૧૩૧ ]
મધ્યમાં થઈને જાય છે ?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે દેવ-દંડક યાવતુ વૈમાનિકો સુધી કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભાવિતાત્મા અણગાર સાથે દેવોના વ્યવહારની વિભિન્નતા અને તેનું કારણ સ્પષ્ટ કર્યું છે. માયમિથ્યા દષ્ટિ ઉત્પન્ન :- જે દેવ પૂર્વભવમાં મિથ્યાદષ્ટિ હતા, મિથ્યાત્વ ભાવમાં જ દેવરૂપે ઉત્પન્ન થયા અને વર્તમાનમાં પણ તે મિથ્યાષ્ટિ છે; તેવા મિથ્યા દષ્ટિ દેવો મોક્ષ સાધક અણગારો પ્રતિ વિનયભાવ રાખતા નથી પરંતુ ઉપેક્ષા ભાવે તેઓની વચ્ચેથી નીકળી શકે છે. અમાથી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન - જે દેવ પૂર્વ ભવમાં સમ્યકત્વી હતા, સમ્યકત્વ ભાવમાં જ દેવરૂપે ઉત્પન્ન થયા અને વર્તમાનમાં પણ સમ્યગ્દષ્ટિ દેવ છે, તેને ભાવિતાત્મા અણગાર પ્રતિ ભક્તિ અને બહુમાન હોય છે; તેથી તે દેવ અણગારને વંદન નમસ્કાર કરે છે, તેને કલ્યાણરૂપ આદિ ગુણો યુક્ત માની તેની ઉપાસના કરે છે પરંતુ અનાદર ભાવે તેની મધ્યમાં થઈને ગમન કરતા નથી, અર્થાત્ તેનું ઉલ્લંઘન કરતા નથી. ચારે જાતિના દેવોનો આ પ્રકારનો જ વ્યવહાર હોય છે.
નરયિકો તથા પૃથ્વીકાયિકાદિ જીવોની પાસે તથા પ્રકારના સાધન તથા સામર્થ્યનો સંભવ નથી, તેથી પ્રસ્તુત પ્રસંગમાં દેવ દંડકનું જ કથન કર્યું છે. માથે મસર – યદ્યપિ કાય અને શરીર બંનેનો એક જ અર્થ છે તેમ છતાં આ બંને શબ્દ સાથે પ્રયુક્ત હોવાથી મહા શબ્દનો અર્થ પરિવર્તિત થઈ જાય છે તેથી કાયાની સાથે મહા શબ્દ લાગવાથી તેનો અર્થ વિશાળ કામ થાય છે અને શરીર સાથે મહા શબ્દ લાગવાથી તેનો, પ્રશસ્ત શરીર અર્થ થાય છે. જીવોમાં સત્કારાદિ વિનય - | ४ अत्थि णं भंते ! णेरइयाणं सक्कारे इ वा, सम्माणे इ वा, किइकम्मे इ वा, अब्भुट्ठाणे इवा, अंजलिपग्गहे इ वा; आसणाभिग्गहे इवा, आसणाणुप्पदाणे इवा, एतस्स पच्चुग्गच्छणया,ठियस्स पज्जुवासणया,गच्छतस्स पडिसंसाहणया? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકોમાં સત્કાર– ઊભા થવું, સન્માન- વસ્ત્રાદિ પ્રદાન કરવા, કૃતિકમ– વંદના કરવી, અભ્યત્થાન-આસનનો ત્યાગ કરીને ઊભા થવું, અંજલિ પ્રગ્રહ– બંને હાથ જોડવા, આસનાભિગ્રહ– આસન આપવું, આસનાનુપ્રદાન– આસનને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવું, સામે જવું,પર્યાપાસના- બેઠેલા આદરણીય પુરુષોની સેવા કરવી અને અનુગમન- જ્યારે તે જાય ત્યારે થોડે દૂર સુધી તેની પાછળ જવું, ઇત્યાદિ વિનય હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ હોતું નથી અર્થાત્ નૈરયિકોમાં સત્કાર આદિ વિનય વ્યવહાર નથી. ५ अत्थि णं भंते ! असुरकुमाराणं सक्कारे इवा, सम्माणे इ वा जावगच्छंतस्स पडिसंसाहणया? हंता अस्थि । एवं जाव थणियकुमाराणं । पुढविकाइयाणं जाव