Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સત્ર-૪
|
શતક-૧૦ પરિચય
જે
જ
આ શતકમાં ૧૭ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયોનું વર્ણન છે. * પ્રથમ ઉદેશકમાં કોણિક રાજાના ઉદાયી અને ભૂતાનંદ નામના ગજરાજની ભૂત અને ભાવિ ગતિ, તાડફળને હલાવવાથી તથા સામાન્ય વૃક્ષના મૂળ, કંદ આદિને હલાવનાર જીવને, ફળાદિના જીવને, વૃક્ષને તથા તેને ઉપકારક બનનાર જીવને લાગતી ક્રિયાઓ તથા શરીર-ઇન્દ્રિય અને યોગને નિષ્પન્ન કરનાર એક અથવા અનેક પુરુષોને લાગતી ક્રિયાઓનું નિરૂપણ છે. અંતમાં છ ભાવોનું વર્ણન અનુયોગ દ્વારના અતિદેશપૂર્વક છે. * બીજા ઉદેશકમાં સંયત, અસંયત, સંયતાસંયત, સામાન્ય જીવ તથા ચોવીસ દંડકવર્તી જીવોના ધર્મ, અધર્મ અથવા ધર્માધર્મમાં સ્થિત હોવાની ચર્ચા છે. ત્યાર પછી તે જીવોના બાલ, પંડિત અને બાલ-પંડિત હોવાની તેમજ અન્યતીર્થિકની જીવ અને જીવાત્માની એકાંત ભિન્નત્વની માન્યતાનું ખંડન કરીને કથંચિત્ ભેદભેદનો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો છે. અંતમાં મહર્તિક દેવ દ્વારા મૂર્તિથી અમૂર્તિ અને અમૂર્તથી મૂર્તિ આકાર બનાવવાના સામર્થ્યનો નિષેધ છે.
ત્રીજા ઉદશકમાં શૈલેશી અણગારની નિષ્પકમ્પતા; દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ એજના; શરીર, ઇન્દ્રિય, યોગરૂપ ત્રણ પ્રકારની ચલના અને સંવેગાદિ ધર્મોના ફળનું પ્રતિપાદન કર્યું છે. * ચોથા ઉદ્દેશકમાં જીવ તથા ચોવીસ દંડકવર્તી જીવો દ્વારા પ્રાણાતિપાતાદિ ક્રિયાની પૃષ્ટતા તથા આનુપૂર્વીતા તથા જીવોના દુઃખ અને તેના વેદનના આત્મકતૃત્વની પ્રરૂપણા કરી છે. * પાંચમા ઉદ્દેશકમાં ઈશાનેન્દ્રની સુધર્માસભાનું સાંગોપાંગ વર્ણન છે. * છઠ્ઠાથી અગિયારમા ઉદ્દેશકમાં અધોલોકમાં રહેલા સ્થાવર જીવો મારણાંતિક સમુદ્યાત કરી ઊર્ધ્વલોકના કોઈ પણ સ્થાનમાં સ્થાવરપણે ઉત્પન્ન થાય અને ઊર્ધ્વલોકના સ્થાવર જીવો અધોલોકના કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારે પહેલા ઉત્પન્ન થાય છે, પછી પુદ્ગલ(આહાર) ગ્રહણ કરે છે? અથવા પહેલા આહાર ગ્રહણ કરે છે, પછી ઉત્પન્ન થાય છે? તે વિષયની ચર્ચા છે.
તેમાં પૃથ્વી સંબંધી બે ઉદ્દેશક, પાણી સંબંધી બે ઉદ્દેશક અને વાયુ સંબંધી બે ઉદ્દેશક છે. કે બારમા ઉદ્દેશકમાં એકેન્દ્રિય જીવોમાં આહાર, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, શરીર આદિની સમાનતાઅસમાનતાની, તેમાં પ્રાપ્ત થતી વેશ્યાઓની અને તેના અલ્પબદુત્વની વિચારણા કરવામાં આવી છે. * તેરમાથી સત્તરમાં ઉદ્દેશકમાં ક્રમશઃ નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, વાયુકુમાર અને અગ્નિકુમાર દેવોના આહારાદિની સમાનતા વિષમતા આદિ વિષયક અતિદેશાત્મક કથન છે.