Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૪
૪૦૯ |
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કષાયનું સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. જીવનો ભોગ કષાય દ્વારા થાય છે. તેથી સૂત્રકારે કષાયનું સંક્ષિપ્ત કથન કર્યું છે.
- શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કષાયની ઉત્પત્તિના નિમિત્તો અને કષાયની તરતમતાના આધારે તેના ભેદ વગેરેની ગણના કરીને તેના ૧૬ પ્રકાર કહ્યા છે. યથા– (૧) પોતાના માટે (૨) પરને માટે (૩) તદુભય માટે (૪) ખુલ્લી જમીન માટે (૫) ઢાંકેલી જમીન ઘર-દુકાનાદિ માટે (૬) શરીર માટે (૭) ઉપધિ માટે (૮) નિરર્થકપણે (૯) જાણતાં (૧૦) અજાણતાં (૧૧) પ્રગટપણે (૧૨) અપ્રગટપણે (૧૩) અનંતાનુબંધી (૧૪) અપ્રત્યાખ્યાની (૧૫) પ્રત્યાખ્યાની અને (૧૬) સંજવલન. આ ૧૬ પ્રકારના કષાય સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોને હોય છે. જીવ કષાયના ભાવોને ત્રણે કાળમાં કરે છે.
વૈમાનિક પર્યત પ્રત્યેક દંડકના જીવો ક્રોધ, માન, માયા અને લોભ દ્વારા આઠે કર્મોના ઉદયનું વેદન કરે છે. આ રીતે કષાય કર્મબંધનું નિમિત્ત છે અને તે કર્મના ફળ ભોગવવામાં પણ હોય છે.
કષાય રૂપે બાંધેલા કર્મો, ભોગવાય જાય ત્યાર પછી તેની નિર્જરા થાય છે. ચાર પ્રકારનાં યુગ્મ :| ३ कइ णं भंते ! जुम्मा पण्णत्ता? गोयमा ! चत्तारि जुम्मा पण्णत्ता,तं जहाकडजुम्मे, तेओगे, दावरजुम्मे, कलिओगे।
सेकेणठेणं भंते एवं वुच्चइ-जावकलिओगे? गोयमा !जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए सेत्तंकडजुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेण अवहीरमाणे तिपज्जवसिएसेत्तंतेओगे। जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे, दुपज्जवसिए से त्तं दावरजुम्मे । जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए सेत्तंकलिओगे। सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-जावकलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યુગ્મ-રાશિના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! યુગ્મ-રાશિના ચાર પ્રકાર છે યથા– કૃતયુગ્મ, વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ.
પ્રશ્ન- હે ભગવન્! તેને કલ્યોજ આદિ કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ચાર શેષ રહે, તે રાશિ કયુમ કહેવાય છે. જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ત્રણ શેષ રહે, તે રાશિ વ્યોજ કહેવાય છે, જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે બે શેષ રહે, તે રાશિ દ્વાપરયુગ્મ કહેવાય છે અને જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે એક શેષ રહે, તે રાશિ કલ્યોજ કહેવાય છે. તેથી હે ગૌતમ! તે થાવત્ કલ્યોજ રાશિ કહેવાય છે. વિવેચન : -
ગણિત શાસ્ત્રની પરિભાષા અનુસાર સમરાશિને “યુગ્મ અને વિષમ રાશિને “ઓજ' કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં જે રાશિ(યુમ્)ના ચાર ભેદ કહ્યા છે, તેમાંથી બે યુમ- સમ રાશિ અને બે ઓજ-વિષમ