Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
४०८
શ્રી ભગવતી સૂત્ર–૪
કેટલાક જીવના પરિભોગમાં આવે છે અને કેટલાક આવતા નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે પ્રાણાતિપાતાદિ યાવતુ કેટલાક જીવના પરિભોગમાં આવે છે અને કેટલાક આવતા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય, પૃથ્વીકાયિક યાવત વનસ્પતિકાયિક અને સર્વ સ્થૂલાકારને ધારણ કરનારા શરીરધારી બેઇન્દ્રિયાદિ જીવ, આ રીતે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય બે પ્રકારના દ્રવ્ય જીવોના પરિભોગમાં આવે છે. પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશ વિરમણ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્ પરમાણુ પુદ્ગલ તથા શૈલેશી અવસ્થા પ્રાપ્ત અણગાર, આ રીતે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય રૂપ બે પ્રકારના દ્રવ્ય જીવોના પરિભોગમાં આવતા નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક દ્રવ્યો પરિભોગમાં આવે છે અને કેટલાક દ્રવ્યો પરિભોગમાં આવતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવના પરિભોગ્ય અને અપરિભોગ્ય દ્રવ્યોની એક સાથે પૃચ્છા કરી છે અને ઉત્તરમાં તે બંને પ્રકારના દ્રવ્યનું વિભાજન કર્યું છે.
સૂત્રમાં પુછાયેલા પ્રાણાતિપાત આદિ કુલ ૪૮ બોલમાંથી ૨૪ બોલ જીવને પરિભોગ્ય છે અને ૨૪ અપરિભોગ્ય છે.
જીવને પરિભોગ્ય ૨૪ બોલ :– કર્મજન્ય પરિણામો, મૂર્ત અને સ્થૂલ દ્રવ્ય સશરીરી જીવના પરિભોગમાં આવે છે. જેમ કે- ૧૮ પાપસ્થાનનું સેવન ચારિત્ર મોહનીય કર્મના ઉદયજન્ય છે. જીવ પ્રાણાતિપાત આદિ પ્રવૃત્તિનું સેવન કરીને કર્મના ઉદયને ભોગવે છે. પાંચ સ્થાવર વગેરે સશરીરી જીવોનાં ભોગ તો પ્રત્યક્ષ જ છે. પૃથ્વીકાય પર ગમનાદિ ક્રિયા, પાણી દ્વારા તરસ શાંત કરવી વગેરે ક્રિયા થાય છે. આમ એક જીવ અન્ય જીવોને ઉપયોગી થાય છે. તેથી ૧૮ પાપસ્થાનક, પ ચાવર, ૧ બાદર કલેવરને ધારણ કરનારા બેઇન્દ્રિયાદિ, આ રીતે ૧૮+૫+૧= ૨૪ બોલ જીવના પરિભોગ્ય છે.
જીવને અપરિભોગ્ય ૨૪ બોલ ઃ- શુદ્ધ આત્મ સ્વભાવરૂપ પરિણામો, અમૂર્ત દ્રવ્ય અથવા મૂર્ત સૂક્ષ્મ દ્રવ્ય, શરીર રહિત જીવ; જીવના પરિભોગમાં ઉપયોગી થતા નથી. પ્રાણાતિપાત વિરમણાદિ જીવના શુદ્ધ સ્વભાવ રૂપ હોવાથી ચારિત્રમોહનીય કર્મના ઉદયના હેતુભૂત નથી. તેથી તે જીવના પરિભોગમાં આવતા નથી. ધર્માસ્તિકાયાદિ ત્રણ અને અશરીરી જીવ તે ચાર દ્રવ્ય અમૂર્ત છે અને પરમાણુ સૂક્ષ્મ છે તથા શૈલેશી પ્રાપ્ત અણગાર ઉપદેશાદિ દ્વારા પ્રેરણા આપતા નથી. તેથી તે જીવના પરિભોગમાં આવતા નથી. આ રીતે ૧૮+૩+૧+૧+૧-૨૪ બોલ જીવના પરિભોગમાં આવતા નથી.
કષાયના પ્રકાર ઃ
૨ ફ ળ અંતે ! વસાયા પળત્તા ? નોયમા ! પત્તા વસાયા પળત્તા, તં નહીંएवं कसायपयं णिरवसेसं भाणियव्वं जावणिज्जरिस्संति लोभेणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કપાયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! કપાયના ચાર પ્રકાર છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ૧૪મું કષાયપદ સમગ્ર યાવત્ લોભના વેદન દ્વારા આઠ કર્મ પ્રકૃતિઓની નિર્જરા કરશે; ત્યાં સુધીનું કથન કરવું જોઈએ.