Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૪
૪૧૧
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય પદમાં કૃતયુગ્મ, ઉત્કૃષ્ટ પદમાં દ્વાપરયુગ્મ અને અજઘન્યાનુત્કૃષ્ટ (મધ્યમ) પદમાં કદાચિત્ કૃતયુગ્મ યાવત કદાચિત્ કલ્યોજ હોય છે. આ રીતે ચૌરેન્દ્રિય સુધી કથન કરવું જોઈએ. શેષ એકેન્દ્રિયોનું કથન બેઇન્દ્રિયોની સમાન છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિકથી વૈમાનિક સુધીનું કથન નરયિકોની સમાન છે. સિદ્ધોનું કથન વનસ્પતિકાયિકની સમાન છે. |७ इत्थीओ णं भंते ! किं कडजुम्मा पुच्छा?
गोयमा !जहण्णपए कडजुम्माओ, उक्कोसपए कडजुम्माओ,अजहण्ण-मणुक्कोस पए सिय कडजुम्माओ जावसिय कलियोगाओ, एवं असुर-कुमारित्थीओ वि जाव थणियकुमारइत्थीओ। एवं तिरिक्खजोणियइत्थीओ। एवमणुसित्थीओ। एवं वाणमतर जोइसियवेमाणियदेवित्थीओ। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! સ્ત્રીઓ કૃતયુગ્મ છે યાવત કલ્યોજ રૂપે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય પદમાં કૃતયુમ, ઉત્કૃષ્ટ પદમાં પણ કતયુગ્મ અજઘન્યાનુત્કૃષ્ટ (મધ્યમ) પદમાં કદાચિત્ કૃતયુમ છે યાવત કદાચિત્ કલ્યોજ છે. આ રીતે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીની સ્ત્રીઓ(દેવીઓ) તિર્યંચયોનિક સ્ત્રીઓ, મનુષ્ય સ્ત્રીઓ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવીઓ સુધી કહેવું જોઈએ. વિવેચન - યુગ્મરાશિ આધારિત જીવોનું પરિમાણ :જીવો જઘન્ય | ઉત્કૃષ્ટ
મધ્યમ સાત નરકના નારકી
કૃતયુમ ચોજ
ચારે ય રાશી દશ ભવનપતિ
કૃતયુમ ચોજ
ચારે ય રાશી પૃથ્વી. અપ. તેઉ. વાઉ.
કૃતયુમ દ્વાપરયુમ
ચારે ય રાશી વનસ્પતિ
ચારે ય રાશી ત્રણ વિકલેન્દ્રિય
કૃતયુમ દ્વાપરયુગ્મ
ચારે ય રાશી તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો
કૃતયુગ્મ વ્યાજ
ચારે ય રાશી વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવ કૃતયુમ
વ્યાજ
ચારે ય રાશી સિદ્ધ
ચારે ય રાશી સમુચ્ચય અને દરેક સ્ત્રીઓ
કૃતયુગ્મ કૃતયુમ
ચારે ય રાશી પ્રત્યેક દંડકમાં મધ્યમ પદે રહેલા જીવોની સંખ્યા નિયત હોતી નથી તેથી તે ચારે રાશિમાંથી કોઈ પણ રાશિમાં હોઈ શકે છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ પદનિશ્ચિત સંખ્યા રૂપ છે. ક્યારેક નૈરયિક આદિ દંડકોમાં આ પદ ઘટી શકે છે. પરંતુ વનસ્પતિકાય અને સિદ્ધ જીવોમાં નિશ્ચિત સંખ્યા કયારે ય ઘટિત થઈ શકતી નથી કારણ કે તે જીવો અનંત છે. આ રીતે તે બંનેમાં અનંત સંખ્યા નિયત રહેવા છતાં બંનેની રાશિ અનિયત સ્વરૂપવાળી હોય છે. તેથી તેમાં જઘન્ય કે ઉત્કૃષ્ટ રાશિનું કથન કર્યું નથી પરંતુ તેમાં અજઘન્યોત્કૃષ્ટ ચારે પ્રકારની રાશિનું કથન