Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧
356
હોવાથી નવમા ઉદ્દેશકનું નામ “ભવિક છે. (૧૦) ગિત – સોમિલ બ્રાહ્મણનું જીવન મુખ્ય વિષય હોવાથી દશમા ઉદ્દેશકનું નામ “સોમિલ છે. (૧) જીવાર: પ્રથમ-અપ્રથમત્વ:| २ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव एवं वयासी-जीवेणं भंते ! जीवभावेणं किं पढमे अपढमे ? गोयमा !णो पढमे, अपढमे । एवं णेरइए जाववेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! જીવ, જીવભાવની (જીવત્વની) અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ! જીવ, જીવભાવની અપેક્ષાએ પ્રથમ નથી, અપ્રથમ છે. આ રીતે નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું જોઈએ અર્થાત્ તે પ્રથમ નથી, અપ્રથમ છે. | ३ सिद्धेणं भंते ! सिद्धभावेणं किं पढमे अपढमे? गोयमा ! पढमे, णो अपढमे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ જીવ, સિદ્ધત્વની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ છે, અપ્રથમ નથી.
४ जीवाणं भंते ! जीवभावेणं किं पढमा अपढमा? गोयमा !णो पढमा, अपढमा। एवं जाववेमाणिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સર્વ જીવો, જીવભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. | ૬ |સિદ્ધ મંતે પુછી ?ોય !પદમ, ળો મઢHTI ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વ સિદ્ધ જીવો, સિદ્ધ ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તરહે ગૌતમ! તે પ્રથમ છે, અપ્રથમ નથી. વિવેચન :આ સૂત્રોમાં પ્રથમ જીવ દ્વારનું નિરૂપણ છે. ટીકામાં ૧૪ દ્વારોની સંગ્રહગાથા આ પ્રમાણે છે.
जीवाहारग भव सण्णी,लेस्सा दिट्ठीय संजय कसाए।
णाणे जोगवओगे, वेए यसरीर पज्जत्ती॥ અર્થ:- (૧) જીવ (૨) આહારક (૩) ભવસિદ્ધિક (૪) સંશી (૫) વેશ્યા (૬) દષ્ટિ (૭) સયત (૮) કષાય (૯) જ્ઞાન (૧૦) યોગ (૧૧) ઉપયોગ (૧૨) વેદ (૧૩) શરીર (૧૪) પર્યાપ્તિદ્વાર.પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય એક જીવ અને અનેકજીવો, ચોવીસ દંડકના એક અને અનેક જીવો; એકસિદ્ધ જીવ અને અનેકસિદ્ધજીવોના વિષયમાં પ્રથમત્વ-અપ્રથમત્વનું નિરૂપણ કર્યું છે.
પ્રસ્તુત પ્રથમ જીવ દ્વારમાં સામાન્ય જીવ, ૨૪ દંડક અને સિદ્ધના એક વચન તથા બહુવચનમાં પ્રથમત્વ અપ્રથમત્વની વિચારણા કરી છે. તેમાં સામાન્ય જીવો અને ૨૪ દંડકના જીવો અપ્રથમ છે, કારણ કે તેઓને જીવપણું અને દંડક અવસ્થા પહેલીવાર પ્રાપ્ત થયા નથી, અનાદિકાલીન છે. સિદ્ધત્વ દરેક જીવને