Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-૧
૩૮૫
ભાવાર્થ:- સવેદી યાવત્ નપુંસકવેદી, આહારકની સમાન છે. અવેદક, અકષાયીની સમાન છે. વિવેચન :સવેદી ચરમ અચરમ-જે જીવ સવેદીપણાને છોડીને અવેદીપણું પામી ક્રમશઃ મોક્ષે જાય છે તેની અપેક્ષાએ સવેદીપણું ચરમ અને તેનાથી ભિન્ન જીવો અચરમ છે. આ રીતે ત્રણે વેદમાં ચરમ-અચરમ બંને હોય. અવેદી ચરમ અને અચરમ -સિદ્ધના જીવોનું અવેદીપણું સાદિ અનંત છે. તેથી અચરમ છે અને મનુષ્યમાં જે મોક્ષે જાય તેની અપેક્ષાએ ચરમ અને જે મનુષ્ય અવેદી ભાવથી પતિત થઈ પુનઃ તે ભાવને પ્રાપ્ત કરવાના છે તે જીવોની અપેક્ષાએ અચરમ છે. (૧૩) શરીર દ્વાર:३६ सरीरी जावकम्मगसरीरी जहा आहारओ, णवरंजस्स जंअस्थि । असरीरी जहा णोभवसिद्धीयणोअभवसिद्धीओ। ભાવાર્થ - સશરીરી યથાવત્ કાર્મણશરીરીનું કથન આહારકની સમાન છે. જેને જે શરીર હોય, તેનું કથન કરવું જોઈએ. અશરીરીનું કથન નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિકની સમાન છે. વિવેચન :સશરીરી ચરમ અચરમ - ચરમ શરીરી જીવોનો સશરીરીભાવ ચરમ છે અને અચરમ શરીરી જીવોનો શરીરભાવ અચરમ છે. અશરીરી અચરમ-તે સિદ્ધના જીવો જ હોય છે. તેનો અશરીરી ભાવ સાદિ અનંત છે. તેથી તે અચરમ છે. (૧૪) પર્યાતિ દ્વાર:३७ पंचहिं पज्जत्तीहिं पंचहिं अपज्जत्तीहिं जहा आहारओ, सव्वत्थ एगत्तपुहुत्तेणं दंडगा भाणियव्वा । इमा लक्खणगाहा
जो जंपाविहिइ पुणो, भावं सो तेण अचरिमो होइ ।
अच्वंतविओगो जस्स, जेण भावेण सो चरिमो। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પાંચ પર્યાપ્તિઓથી પર્યાપ્ત અને પાંચ અપર્યાપ્તિઓથી અપર્યાપ્તાનું કથન આહારકની સમાન છે. આ ચૌદદંડક(સૂત્રાલાપક)માં સર્વત્ર એકવચન અને બહુવચનથી જાણવા જોઈએ. ચરમ અચરમનું લક્ષણ આ પ્રમાણે છેગાથાર્થ :- જે જીવને જે ભાવ પુનઃ પ્રાપ્ત થશે તે ભાવની અપેક્ષાએ તે જીવ “અચરમ' કહેવાય છે. જે જીવને જે ભાવનો સર્વથા વિયોગ થઈ જાય છે અર્થાત્ જે ભાવનો અંત આવી જાય છે, તે ભાવની અપેક્ષાએ તે જીવ, ચરમ કહેવાય છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન - પર્યાપ્ત અને અપર્યાપ્ત ચરમ અચરમ :- મોક્ષગામી જીવોની અપેક્ષાએ ચરમ અને તેનાથી ભિન્ન જીવોની અપેક્ષાએ અચરમ છે.