Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
SEE
શતક-૧૮
પરિચય
શ્રી ભગવતી સૂત્ર–૪
આ શતકમાં દસ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયો સંકલિત છે.
⭑
⭑
પ્રથમ ઉદ્દેશકમાં ૧૪ દ્વારોની અપેક્ષાએ પ્રથમ-અપ્રથમ, ચરમ-અચરમનું નિરૂપણ કર્યું છે. બીજા ઉદ્દેશકમાં વિશાખા નગરીમાં પ્રભુ મહાવીરની સેવામાં દેવેન્દ્ર શક્રના આગમનનો પ્રસંગ અને શક્રેન્દ્રના પૂર્વભવનું વૃતાન્ત કાર્તિક શેઠ રૂપે વર્ણિત છે.
⭑
ત્રીજા ઉદ્દેશકમાં માકન્દીયપુત્ર અણગારના પ્રશ્નો અને પ્રભુ મહાવીરના ઉત્તરોનું નિરૂપણ છે. * ચોથા ઉદ્દેશકમાં પ્રાણાતિપાત આદિ ૪૮ બોલ જીવ-અજીવરૂપ દ્રવ્યોમાંથી જીવને પરિભોગ્ય અને અપરિભોગ્ય દ્રવ્યોનું નિરૂપણ છે.
*
પાંચમા ઉદ્દેશકમાં એક આવાસમાં ઉત્પન્ન થયેલા બે દેવોની સુંદરતા આદિનું વર્ણન છે તથા એક જ નરકાવાસમાં ઉત્પન્ન બે નારકોની વેદનાની તરતમતાનું કારણ પ્રદર્શિત કર્યું છે.
⭑
છઠ્ઠા ઉદ્દેશકમાં ‘ગોળ’ આદિ વસ્તુના વર્ણાદિનું નિશ્ચય અને વ્યવહાર દષ્ટિથી નિરૂપણ કર્યું છે. પરમાણુથી સૂક્ષ્મ અનંત પ્રદેશી સ્કંધ સુધીમાં પ્રાપ્ત વર્ણ, ગંધાદિ વિષયક વિકલ્પોની પ્રરૂપણા છે.
★
સાતમા ઉદ્દેશકમાં અન્યતીર્થિકોની કેવળી સંબંધી વિપરીત માન્યતાનું નિરાકરણ, ઉપધિ અને પરિગ્રહના પ્રકાર તથા પ્રણિધાન સંબંધી નિરૂપણ છે. ત્યાર પછી મદ્રુક શ્રાવક અને અન્યતીર્થિકોનો પંચાસ્તિકાય વિષયક વાર્તાલાપ છે.
★ આઠમા ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારને લાગતી ક્રિયાનું નિરૂપણ અને અન્યતીર્થિકોના આક્ષેપોનું સમાધાન છે.
⭑
* નવમા ઉદ્દેશકમાં નૈયિકથી વૈમાનિક સુધીના જીવોમાં ભવી દ્રવ્યત્વ અને તેની સ્થિતિનું નિરૂપણ છે. દસમા ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારનું વૈક્રિયલબ્ધિ સામર્થ્ય, પરમાણુ અને સ્કંધની વાયુકાય સાથે સ્પર્શના, નરક પૃથ્વી વગેરે ક્ષેત્રોની નીચે પુદ્ગલ દ્રવ્યોની અન્યોન્ય સંબદ્ધતા તેમજ ‘સોમિલ’ બ્રાહ્મણના પ્રશ્નોનું સમાધાન વગેરે વિષયોનું નિરૂપણ છે.