Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૩૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
धम्मे विठिया, अधम्मे विठिया,धम्माधम्मे विठिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું જીવો ધર્મમાં સ્થિત હોય છે, અધર્મમાં સ્થિત હોય છે કે ધર્માધર્મમાં સ્થિત હોય છે? ઉત્તર- હે ગૌતમ! જીવો ધર્મમાં, અધર્મમાં અને ધર્માધર્મમાં પણ સ્થિત હોય છે.
५ णेरइयाणं भंते ! किं धम्मे ठिया, पुच्छा । गोयमा !णेरइया णो धम्मे ठिया, अधम्मे ठिया,णो धम्माधम्मे ठिया । एवं जावचउरिदियाण । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, શું ધર્મમાં સ્થિત છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક જીવ ધર્મમાં સ્થિત નથી, ધર્માધર્મમાં સ્થિત નથી, તે અધર્મમાં સ્થિત છે. આ રીતે ચૌરેન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ. |६ पंचिंदियतिरिक्खजोणियाणं भंते ! किं धम्मे ठिया, पुच्छा?
गोयमा !पंचिंदियतिरिक्खजोणिया णो धम्मे ठिया, अधम्मे ठिया, धम्माधम्मे वि ठिया । मणुस्सा जहा जीवा । वाणमतस्जोइसियवेमाणिया जहाणेरइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ જીવ, શું ધર્મમાં સ્થિત છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચ જીવ, ધર્મમાં સ્થિત નથી, અધર્મમાં સ્થિત છે અને ધર્માધર્મમાં પણ સ્થિત છે. મનુષ્યોના વિષયમાં જીવોની સમાન જાણવું જોઈએ અર્થાત્ ત્રણેયમાં સ્થિત છે. વાણવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિકોના વિષયમાં નૈરયિકોની સમાન જાણવું જોઈએ અર્થાત્ તેઓ અવિરતિ હોવાથી માત્ર અધર્મમાં સ્થિત છે. વિવેચન : -
પ્રસ્તુત સુત્રોમાં સંયત આદિની અને ચોવીસ દંડકવર્તી જીવોની ધર્મ, અધર્મ અને ધર્માધર્મમાં સ્થિત હોવાની વિચારણા કરેલી છે. ધર્મ, અધર્મ, ધમધર્મનો વિવલિત અર્થ :- ધર્મ શબ્દથી અહીં સર્વ વિરતિ ચારિત્રધર્મ, અધર્મ શબ્દથી અવિરતિ અને ધર્માધર્મ શબ્દથી દેશવિરતિ અર્થ વિવક્ષિત છે. બીજા શબ્દોમાં તેને સંયમ, અસંયમ અને સંયમસંયમ પણ કહી શકાય છે. અને દિપ:- ધર્મમાં સ્થિત થવું. ધર્મનો આશ્રય સ્વીકારવો. ધર્મને સ્વીકારીને વિચરવું. તેને જ “ધર્મમાં સ્થિત થવું કહેવાય છે. “ધર્મમાં સ્થિત થવું એટલે “ધર્મમાં બેસવું તે પ્રમાણે અર્થ થતો નથી કારણ કે ધર્મ આત્મસ્વભાવરૂપ છે, અમૂર્તિ છે. તેમાં સૂવું, બેસવું આદિ કોઈ પણ યૌગિક ક્રિયાઓ થઈ શકતી નથી. તે ક્રિયાઓ મૂર્ત સ્થાનમાં જ થઈ શકે છે. ૨૪ દંડકમાં ધર્મ-અધર્મનું અસ્તિત્વઃ- નારકો, દેવો, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય જીવો પૂર્ણતઃ અવિરત હોવાથી અધર્મમાં સ્થિત છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો અવિરત અને દેશવિરત હોવાથી તે અધર્મમાં અને ધર્માધર્મમાં સ્થિત છે. મનુષ્યોમાં ત્રણે ય ભાવ હોય છે તેથી તે ધર્મ, અધર્મ અને ધર્માધર્મમાં સ્થિત હોય છે. સંગ-વિરા-પડદ-પૂર્વીય પવિખેઃ -સંયત- વર્તમાનકાલીન સર્વસાવધ અનુષ્ઠાનથી રહિત છે તે. વિરત = જેની પાપક્રિયા વિરામ પામી છે. પ્રતિહત પાપકર્મ = જેણે વર્તમાનકાલમાં સ્થિતિ