Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૧૭: ઉદ્દેશક-૨ .
| ૩૩૯ |
અને અનુભાગના નાશથી પાપકર્મોનો નાશ કર્યો છે તે. પ્રત્યાખ્યાત પાપકર્મ = ભવિષ્યકાલીન પાપકર્મોના જેણે પ્રત્યાખ્યાન કર્યા છે તે. આ રીતે જેઓએ સંયમ સ્વીકારી પાપ કર્મોથી દૂર રહીને, સંપૂર્ણ પાપ પ્રવૃત્તિઓને રોકીને, સર્વથા પાપ રહિત છે તે સર્વ વિરતિ શ્રમણો માત્ર ધર્મમાં સ્થિર હોય છે. બાલ, પંડિત અને બાલપંડિત -
७ अण्णउत्थियाणं भंते ! एवं आइक्खंति जावपरूर्वेति- एवं खलुसमणा पंडिया, समणोवासया बालपंडिया, जस्सणं एगपाणाए विदंडे अणिक्खित्तेसेणं एगंतबालेत्ति वत्तव्वं सिया,सेकहमेय भंते ! एवं? ___ गोयमा !जण्णं ते अण्णउत्थिया एवं आइक्खंति जाववत्तव्वं सिया;जे ते एवं आहंसु मिच्छंते एवं आहेसु । अहं पुण गोयमा ! एवं आइक्खामि जावपरूवेमि- एवं खलुसमणा पंडिया,समणोवासगा बालपडिया, जस्सणं एगपाणाए विदंडे णिक्खित्तेसे णंणो एगंतबाले त्ति वत्तव्वं सिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે– શ્રમણ, પંડિત કહેવાય છે અને શ્રમણોપાસક બાલ પંડિત કહેવાય છે, પરંતુ જે મનુષ્યને એક જીવનો પણ વધ કરવાનો ત્યાગ નથી અર્થાત્ એકપણ જીવનો વધ કરે તો તે “એકાંત બાલ' કહેવાય છે, તો હે ભગવન્! અન્યતીર્થિકોનું આ કથન શું સત્ય છે?
ઉત્તર- હે ગૌતમ ! અન્યતીર્થિકોએ જે આ પ્રમાણે કહે છે યાવતુ જે વ્યક્તિ એક જીવના વધનો પણ ત્યાગ ન કરે તે એકાંત બાલ કહેવાય છે, આ તેનું કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું થાવત્ પ્રરૂપણા કરું છું કે શ્રમણ “પંડિત છે અને શ્રમણોપાસક “બાલપંડિત છે, પરંતુ જે જીવે એક પણ પ્રાણીના વધની વિરતિ કરી છે અર્થાત્ એક પણ જીવના વધનો ત્યાગ કર્યો છે, તે જીવ “એકાંત બાલ” કહેવાતા નથી.(પણ તે “બાલપંડિત' કહેવાય છે.)
૮ નીવાભાવુિં વાતા, વડિયા, વાવડિય ?ોય !વાનાવિ, ડિવિ, बालपडिया वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવ બાલ છે, પંડિત છે કે બાલપંડિત છે? ઉત્તર- હે ગૌતમ ! જીવ બાલ પણ છે, પંડિત પણ છે અને બાલ પંડિત પણ છે. | ९ णेरइयाणं भंते ! किं बाला, पुच्छा? गोयमा ! णेरइया बाला, णो पंडिया, णो बालपडिया । एवं जावचउरिदियाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો બાલ છે, પંડિત છે કે બાલ પંડિત છે? ઉત્તર- હે ગૌતમ! નરયિકો બાલ છે, પંડિત નથી અને બાલ-પંડિત પણ નથી. આ રીતે દંડકના ક્રમથી ચોરેન્દ્રિયો સુધી કહેવું જોઈએ અર્થાતુ ૧૦ ભવનપતિ, ૫ એકેન્દ્રિય અને ત્રણ વિકસેન્દ્રિય સુધી કહેવું. १० पंचिंदियतिरिक्खजोणिया णं भंते ! किं बाला, पुच्छा?
गोयमा !पंचिंदियतिरिक्खजोणिया बाला,णोपंडिया,बालपंडिया वि । मणुस्सा