Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
[ ૨૧૭]
अणंताओ संजूहाओ जीवे चयं चइत्ता उवरिल्ले माणसे संजूहे देवेउववज्जइ। से णंतत्थ दिव्वाइंभोगभोगाइ जमाणे विहरइ, विहरित्ता ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं अणंतरंचयंचइत्ता पढमे सण्णिगब्भे जीवे पच्चायाइ ॥१॥
सेणंतओहितो अणंतरं उव्वट्टित्ता मज्झिल्ले माणसे संजूहे देवे उववज्जइ । सेणं तत्थ दिव्वाइ भोगभोगाई जावविहरित्ता ताओ देवलोयाओ आउक्खएणं जावचइत्ता, दोच्चे सण्णिगब्भे जीवे पच्चायाइ ॥२॥
सेणंतओहिंतो अणंतरं उव्वट्टित्ता हेट्ठिल्ले माणसे संजूहे देवे उववज्जइ । सेणं तत्थ दिव्वाइं जावचइत्ता तच्चे सण्णिगब्भे जीवे पच्चायाइ ॥३॥ __सेणंतओहिंतो जावउव्वट्टित्ता उवरिल्ले माणुसुत्तरे संजूहे देवेउववज्जइ । सेणं तत्थ दिव्वाइं जावचइत्ता चउत्थे सण्णिगब्भेजीवे पच्चायाइ ॥४॥ - सेणंतओहिंतो अणंतर उव्वट्टित्ता मज्झिल्ले माणुसुत्तरे संजूहे देवे उववज्जइ । से णंतत्थ दिव्वाइं जावचइत्ता पंचमेसण्णिगब्भे जीवे पच्चायाइ॥५॥
सेणंतओहिंतो अणंतरं उव्वट्टित्ता हिडिल्ले माणुसुत्तरे संजूहे देवे उववज्जइ । से णंतत्थ दिव्वाइं जावचइत्ता छठे सण्णिगब्भे जीवे पच्चायाइ ॥६॥ ભાવાર્થ - તે ગંગા નદીઓના વાલુકા કણનો બે પ્રકારનો ઉદ્ધાર કહ્યો છે. યથા–સૂક્ષ્મ બોન્ટિ કલેવર રૂપ અને બાદર બોકિલેવર રૂ૫. તેમાંથી સૂક્ષ્મ બોન્ટિકલેવર રૂ૫ ઉદ્ધાર સ્થાપ્ય છે. (તે અહીં વર્ણનીય નથી. તેથી તેના વિચારની આવશ્યક્તા નથી.) તેમાંથી જે બાદર બોન્ટિ કલેવર રૂ૫ ઉદ્ધાર છે, તેમાં સો સો વર્ષ એક એક વાલુકા કણ કાઢીએ અને જેટલા કાલમાં રેતીના સમુદાયરૂપ તે ગંગાનો કિનારો ખાલી થાય, નીરજ(રજ રહિત) થાય, નિર્લેપ થાય અને સમાપ્ત થાય, ત્યારે એક “શર પ્રમાણ” કાલ થાય છે; ત્રણ લાખ શર પ્રમાણ કાલનો એક 'મહાકલ્પ' થાય છે; ચોર્યાસી મહાકલ્પનો એક “મહામાનસ' થાય છે. અનંત સંધૂથ-જીવ, અનંત જીવના સમુદાયરૂપનિકાયથી ચ્યવને સંપૂથ-દેવભવમાં ઉપરિત માનસ શર પ્રમાણ આયુષ્ય દ્વારા ઉત્પન્ન થાય છે અને ત્યાં દિવ્ય ભોગ ભોગવે છે. તે દેવલોકનું આયુષ્ય, દેવભવ અને દેવસ્થિતિનો ક્ષય થવાથી પ્રથમ સત્રી ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી ત્યાંથી મરીને તરત જ મધ્યમ માનસ સર પ્રમાણ આયુષ્ય દ્વારા સંયૂથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવે છે. ત્યાંથી દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થવાથી બીજી વાર સંઘી ગર્ભ(ગર્ભજ મનુષ્ય)માં જન્મે છે. ત્યાર પછી ત્યાંથી મરીને તરત જ અધઃસ્તન માનસ શર પ્રમાણ આયુષ્ય દ્વારા સંયૂથ (દેવનિકાય)માં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવીને ત્રીજા સંદી-ગર્ભમાં જન્મે છે. ત્યાંથી નીકળીને ઉપરિતન માનુષોત્તર(મહામાનસ) આયુષ્ય દ્વારા સંપૂથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવીને ચોથા સન્ની ગર્ભમાં જન્મે છે. ત્યાંથી નીકળીને મધ્યમ માનુષોત્તર આયુષ્ય દ્વારા સંપૂથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવને પાંચમા સંસી-ગર્ભમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી મરીને તરત જ અધસ્તન માનુષોત્તર આયુષ્ય દ્વારા સંપૂથમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવીને છઠ્ઠા ગર્ભમાં ઉત્પન્ન થાય છે.