Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૬
શતક-૧૬ ઃ ઉદ્દેશક-૫
સંક્ષિપ્ત સાર
શ્રી ભગવતી સૂત્ર–૪
*
આ ઉદ્દેશકમાં મુખ્યતયા શક્રેન્દ્રના દેવશક્તિ વિષયક પ્રશ્નો, બે દેવનો વાર્તાલાપ, તેના સમાધાન માટે ગંગદત્ત દેવનું પ્રભુ પાસે આગમન વગેરે વિષયોનું અને તે ગંગદત્ત દેવના પૂર્વ-પશ્ચાત્ ભવનું પ્રતિપાદન છે.
*
મહર્દિક કે અલ્પÁિક કોઈ પણ દેવો બાહ્ય પુદ્ગલને ગ્રહણ કર્યા વિના મનુષ્યલોકમાં આવી શકતા નથી અર્થાત્ પુદ્ગલ ગ્રહણ કરીને જ આવી શકે છે. તે જ રીતે પાછા દેવલોકમાં જવું, ભાષા બોલવી, આંખો ખોલવી અને બંધ કરવી, અંગોપાંગનો સંકોચ-વિસ્તાર કરવો, ઊભા રહેવું, બેસવું, સૂવું, વિક્રિયા કરવી, પરિચારણા કરવી વગેરે સર્વ ક્રિયા દેવો બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને જ કરી શકે છે.
*
સાતમા દેવલોકના મિથ્યાત્વી અને સમકિતી દેવ વચ્ચે વાર્તાલાપ થયો કે પરિણમન પામતા પુદ્ગલ પરિણત કહેવાય કે અપરિણત ? સમ્યગ્દષ્ટ ગંગદત્ત નામના દેવે પ્રભુના ‘ચલમાણે ચલિએ’ના સિદ્ધાંત અનુસાર ઉત્તર આપ્યો કે પરિણમન પામતા પુદ્ગલ પરિણત કહેવાય છે.
ત્યાર પછી ગંગદત્ત દેવે પ્રભુ પાસે આવીને પોતાના કથનની પુષ્ટિ કરી લીધી અને પ્રભુના દર્શન કરી ધર્મોપદેશ સાંભળી અન્ય અનેક પ્રશ્નોનું સમાધાન કર્યું. તેના સમાધાન રૂપે પ્રભુએ કહ્યું કે ગંગદત્ત દેવ ભવી, સમ્યગ્દષ્ટિ, સુલભ બોધિ, પરિતસંસારી અને ચરમ છે.
★
ગંગદત્ત દેવ પૂર્વભવમાં ગંગદત્ત નામના ગાથાપિત શેઠ હતા. કાલાંતરે તેમણે પ્રભુ મુનિસુવ્રત સ્વામીના સાંનિધ્યમાં સંયમ સ્વીકારી ૧૧ અંગનું અધ્યયન અને એક માસનો સંથારો કર્યો, આરાધકપણે કાલધર્મ પામી સાતમા મહાશુક્ર દેવલોકમાં ૧૭ સાગરોપમની સ્થિતિએ દેવરૂપે ઉત્પન્ન થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાંથી મનુષ્યજન્મ ધારણ કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.