Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
મુકીને અવધિજ્ઞાનથી મને જોયો. મને જોઈને તેને વિચાર ઉત્પન્ન થયો કે “આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં ઉલુકતીર નામના નગરમાં એકજંબૂક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યથા યોગ્ય અવગ્રહ-સ્થાન ગ્રહણ કરીને વિચારે છે. તેથી મારે ત્યાં જઈને ભગવાનને વંદન-નમસ્કાર સહિત પર્યાપાસના કરીને ઉપર્યુક્ત પ્રશ્ન પૂછવા શ્રેયસ્કર છે.” આ પ્રમાણે વિચાર કરીને ચાર હજાર સામાનિક દેવોના પરિવાર સહિત યાવત સૂર્યાભ દેવની સમાન, વાજિંત્રોના ઘોષપૂર્વક આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉત્સુકતીર નામના નગરમાં, એકજંબૂક નામના ઉદ્યાનમાં મારી પાસે આવવા માટે તેણે પ્રસ્થાન કર્યું. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર તે દેવની દિવ્ય-દેવદ્ધિ, દિવ્ય-દેવહુતિ, દિવ્ય પ્રભાવ અને દિવ્ય તેજલેશ્યાને સહન કરી શક્યા નહીં. તેથી દેવેન્દ્ર દેવરાજ શક્ર(તેને જોઈને મને સંક્ષેપમાં આઠ પ્રશ્ન પૂછીને જ શીઘ્રતાથી વંદન-નમસ્કાર કરીને ચાલ્યા ગયા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સાતમા દેવલોકના બે દેવોનો વાર્તાલાપ અને ગૌતમ સ્વામીની જિજ્ઞાસાથી શક્રેન્દ્રના શીઘ્ર ગમનનું કારણ પ્રભુએ સ્પષ્ટ કર્યું છે.
સમકિતી દેવે પ્રભુના “કડમાણે કડે’ના સિદ્ધાંત અનુસાર પરિણમન પામતા પુલને પરિણત કહેવાય તે વિષયને પુષ્ટ કર્યો અને મિથ્યાત્વી દેવને પરાજિત કર્યો. તિબં તેવત્તે અસદન -દિવ્ય તેજ(પ્રભા)ને સહન ન કરવાનું કારણ વ્યાખ્યા ગ્રંથમાં આ પ્રમાણે આપ્યું છે. યથા
હસ્તિનાપુર નગરમાં ગંગદત્ત નામના ગાથાપતિ(શેઠ) રહેતા હતા. તે જ નગરમાં એક કાર્તિક નામના ગાથાપતિ(શેઠ) પણ હતા. બંને પૂર્વ ભવના પુણ્યબલે સાધન સંપન્ન હતા. તેમ છતાં તે બંને વચ્ચે ગૃહસ્થ જીવનમાં ઈષ્યભાવ રહેતો હતો.
ભગવાન મુનિસુવ્રતસ્વામીના સમાગમે ગંગદત્ત ગાથાપતિનો વૈરાગ્યભાવ જાગૃત થયો, તેમણે જયેષ્ઠ પુત્રને કુટુંબનો કારભાર સોંપીને સંયમ સ્વીકાર કર્યો. તેમણે સંયમ અને તપની સાધના કરી, ૧૧ અંગનું અધ્યયન અને અંતે એક માસની સંખના કરીને સમાધિભાવે, આરાધકપણે કાલધર્મ પામી સાતમા દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. કાર્તિક શેઠ પણ શ્રાવકવ્રતોની આરાધના કરી, સંયમ સ્વીકારી, સંલેખનોકરી, કાલધર્મ પામી, પ્રથમ દેવલોકના ઇન્દ્ર- શક્રેન્દ્રરૂપે ઉત્પન્ન થયા. આ રીતે ગંગદત્ત અને કાર્તિક શેઠ બંને ય આરાધકપણે જ કાલધર્મ પામી વૈમાનિક જાતિના દેવપણે ઉત્પન્ન થયા છે. તેમ છતાં પૂર્વભવની ઈર્ષ્યાના કારણે ગંગદત્ત દેવની અધિક ઋદ્ધિ જોઈને શક્રેન્દ્રને કંઈક ક્ષોભનો અનુભવ થયો. તે ક્ષોભથી ગંગદત્તદેવની ઋદ્ધિના-તેજને સહન કરી શકયા નહીં. તેથી અવધિજ્ઞાનથી તે ગંગદત્તદેવને આવતાં જોઈને ઉત્સુકતા, ઉતાવળપૂર્વક પ્રશ્નવાર્તાનું સમાપન કરી, તે દેવના આવ્યા પહેલાં જ ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. ગગંદર દેવના પૂર્વભવનું વિસ્તૃત વર્ણન આ જ ઉદ્દેશકમાં સૂત્ર ૯ થી ૧૪ સુધીમાં છે. ગંગદત્ત દેવના પ્રશ્ન :|६ जावंचणंसमणे भगवं महावीरे भगवओ गोयमस्स एयमटुंपरिकहेइ तावंचणं से देवेतं देसंहव्वमागए । तएणं से देवे समणं भगवं महावीरं तिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवंवयासी