Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૨૧]
ते सा छाया णो अण्णा। શબ્દાર્થ -તેણU-ચોર, સ્ટેનમેનહિં ગ્રામવાસીઓથી ગર્ત,ખાડો-ગુફા UિM = નિમ્નસ્થાન (સુકાયેલું સરોવર આદિ) તાડૂબ તૃણમૂક તૃણથી-તણખલાના અગ્રભાગથી સત્તા આવતા = પોતાને છુપાવીને અપછom = અપ્રચ્છન્ન ગિજુન = દષ્ટિગોચર નથવું ખાનપણ = કપાસમાંથી બનેલા સુતરાઉ વસ્ત્રથી છાયા = શરીર. ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મખલિપત્ર ગોશાલકને કહ્યું- હે ગોશાલક! જે રીતે કોઈ ચોર, ગ્રામવાસીઓ દ્વારા પકડાઈ જતાં ખાડો, ગુફા, દુર્ગ(મુશ્કેલીથી પાર કરી શકાય તેવું સ્થાન) નિમ્ન સ્થાન, પર્વત અથવા વિષમ સ્થાનનો આશ્રય ન મળતાં એક મોટા ઊનના કામળાથી, શણના વસ્ત્રથી, કપાસમાંથી બનેલા સુતરાઉ વસ્ત્રથી અને તુણના અગ્રભાગથી પોતાના શરીરને ઢાંકીને બેસી જાય અને તે ઢંકાયેલો ન હોવા છતાં પણ પોતાને ઢંકાયેલો માને, અપ્રચ્છન્ન હોવા છતાં પણ પોતાને પ્રચ્છન્ન-છૂપાયેલો માને, દષ્ટિગોચર થતો હોવા છતાં દષ્ટિ ગોચર નથી તેમ માને, પલાયન નહીં હોવા છતાં પલાયન માને તે જ રીતે હે ગોશાલક! તું અન્ય ન હોવા છતાં પોતાને અન્ય રૂપે પ્રગટ કરી રહ્યો છે. તેથી હે ગોશાલક! તું આ પ્રમાણે ન કર, તું આ પ્રમાણે કરવા માટે યોગ્ય નથી, તું તે જ છે અને આ તે જ તારું શરીર છે, તું અન્ય
નથી.”
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પ્રભુએ ચોરના ઉદાહરણ પૂર્વક ગોશાલકને બોધ આપતાં દર્શાવ્યું છે કે- તું પોતે ગોશાલક જ છે, તું તારી જાતને અન્ય રૂપે પ્રગટ કરે છે, તે મિથ્યા છે. આ રીતે તદ્દન સાચી વાત પ્રભુએ સ્પષ્ટ કરી દીધી. તેનાથી ગોશાલકની વિસ્તારપૂર્વક કહેલી ઉપરોકત કલ્પનાઓનો ધ્વંસ થઈ ગયો. તેનો અસત્ય પ્રલાપ નિપ્રભ થઈ ગયો. તેથી તે “કિં કર્તવ્ય-વિમૂઢ” થઈ પ્રભુનો તિરસ્કાર કરવા સામે ધસી આવ્યો. ગોશાલક દ્વારા ભગવાનનો તિરસ્કાર :४७ तएणं से गोसाले मंखलिपुत्ते समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे आसुरत्ते जावसमणं भगवं महावीरं उच्चावयाहिं आउसणाहिं आउसइ, आउसित्ता उच्चावयाहिं उद्धंसणाहिं उद्धंसेइ, उद्धंसेत्ता उच्चावयाहिं णिब्भंछणाहिं णिब्भंछेइ, णिब्भंछेता उच्चावयाहिं णिच्छोडणाहिं णिच्छोडेइ, णिच्छोडेत्ता एवं वयासी-णढे सि कयाइ, विणढे सि कयाइ, भटेसि कयाइ, णट्ठविणट्ठभटेसिकयाइ, अज्ज ण भवसि, णाहि तेममाहितोसुहमत्थि। શદાર્થ-આ૩ળાર્દિ-આક્રોશવચનોથી સાહિં અપમાનજનકવચનોથી મંછનહિં નિર્ભર્સના-કઠોર વચનોથીfછોડાર્દિ દુર્વચનોથી પ સિ વી તુંતો કયારનો નષ્ટ-ભ્રષ્ટ થયો છે. ભાવાર્થ - જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે ગોશાલક અત્યંત પિત થયો અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો અનેક પ્રકારે અનુચિત અને આક્રોશ પૂર્ણ વચનોથી તિરસ્કાર