Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| ૨૦૩ |
वणस्सइकाइया पउट्टपरिहार परिहरति । ભાવાર્થ:- હે ગૌતમ ! ત્યારે મેં ગોશાલકને કહ્યું- હે ગોશાલક ! જ્યારે મેં તને આ પ્રમાણે કહ્યું હતું, થાવત્ પ્રરૂપણા કરી હતી ત્યારે તને મારા કથનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ ન હતી. મારા કથનમાં શ્રદ્ધા, પ્રતિતિ અને રુચિ ન થતાં, મારી વાણી મિથ્યા સિદ્ધ કરવાનું વિચારીને, તું મારી પાસેથી ધીરે-ધીરે પાછળ સરકી ગયો અને તલના છોડ પાસે જઈને તે તલના છોડને માટી સહિત ઉખેડીને એક બાજુ ફેંકી દીધો હતો. હે ગોશાલક ! તે સમયે તત્ક્ષણ આકાશમાં દિવ્ય વાદળ ઉમટયા, ગર્જના થવા લાગી, ઇત્યાદિ પૂર્વોક્ત સર્વ કથન કરવું યાવતુ ફેંકી દીધેલો તે તલનો છોડ પાણી મળવાથી ફરી ઊગી ગયો. સાત તલ-પુષ્પના જીવો મરીને તે તલના છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે. હે ગોશાલક! તેથી આ તલનો છોડ નિષ્પન્ન થયો છે તે અનિષ્પન્ન રહ્યો નથી. તે સાત તલ-પુષ્યના જીવો મરીને આ જ તલના છોડની એક તલ ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે.
હે ગોશાલક! આ રીતે વનસ્પતિકાયિક જીવ, મરીને તે જ શરીરમાં પુનઃ ઉત્પન્ન થઈ શકે છે. २७ तएणं सेगोसाले मंखलिपुत्ते मम एवमाइक्खमाणस्स जावपरूवेमाणस्स एयमटुं णो सद्दहइ जाव अरोएमाणे जेणेव से तिलथंभए तेणेव उवागच्छइ, उवागच्छित्ता ताओ तिलथंभयाओतं तिलसंगलियं खुड्डइ, खुड्डित्ता करयलसि सत्त तिले पप्फोडेइ । तएणं तस्स गोसालस्स मंखलिपुत्तस्स तेसत्त तिले गणमाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- “एवं खलु सव्वजीवा वि पउट्टपरिहारं परिहरति' । एस णं गोयमा ! गोसालस्स मंखलिपुत्तस्स पट्टे एसणंगोयमा !गोसालस्स मंखलिपुत्तस्सममअतियाओ आयाए अवक्कमणे पण्णत्ते। શબ્દાર્થ - તોડે છે પુષ્કોડેડ઼ મસળે છે આથી આત્મતઃ=સ્વતઃ, પોતાનાથી, સ્વેચ્છાથી, સ્વયં અવfવમળ = અપક્રમણ-પૃથવિચરણ, પૃથક્કરણ. ભાવાર્થ - ત્યાર પછી મેં આ પ્રમાણે કહ્યું કાવત્ પ્રરૂપણા કરી, ત્યારે તે મખલિપુત્ર ગોશાલકને મારા ઉપરોકત કથનની શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ થઈ નહીં; મારા કથનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ નહીં કરતો તે તલના છોડ પાસે ગયો, ત્યાં જઈને તલના છોડની તલફળી તોડીને, હાથમાં મસળીને સાત તલ બહાર કાઢયા. ત્યાર પછી મખલિપુત્ર ગોશાલકને સાત તલની ગણતરી કરતા આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયોઆ રીતે સર્વ જીવપટ્ટપરિહાર શરીર અને સ્થાન પરિવર્તન કરે છે, હે ગૌતમ! મખલિપુત્ર ગોશાલકમાં પણ આ રીતે પરિવર્તન થયું. હે ગૌતમ! ત્યાર પછી તે મખલિપુત્ર ગોશાલક મારા પાસેથી પોતાની મેળે છૂટો પડી ગયો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગોશાલકની દુષ્પવૃત્તિઓનું અને તેના પૃથવિહારનું નિરૂપણ છે. पउट्टपरिहारंपरिहरन्तिः-(१) पउट्ट परिवृत्यपरिवृत्य, मृत्त्वामृत्वा । परिहास्परिहरणीयं, परिधरणीयं શરીરં પરિદતિ-થાતત્યથા તે જીવ મરી મરીને છોડેલા તે જ શરીરને પુનઃ પુનઃ ધારણ કરે છે અર્થાત્ પુનઃ પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય છે. જે શરીરને છોડયું છે તે જ શરીરમાં ફરી ઉત્પન્ન થવું તેને પ રિહાર