Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૩૦
R &
शत÷-१४ : íद्देशS-3
શરીર
श्री भगवती सूत्र -४
RR
દેવોનો ભાવિતાત્મા અણગાર પ્રતિ વિનય વ્યવહાર ઃ
१ देवे णं भंते! महाकाए महासरीरे अणगारस्स भावियप्पणो मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! अत्थेगइए वीइवएज्जा, अत्येगइए णो वीइवएज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું મહાકાય, પ્રશસ્ત શરીરી દેવ, ભાવિતાત્મા અણગારની મધ્યમાં થઈને भय छे ?
ઉત્તર– હે ગૌતમ ! કોઈ જાય છે અને કોઈ જતા નથી.
२ सेकेणणं भंते! एवं कुच्चइ - अत्थेगइए वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ? गोयमा ! दुविहा देवा पण्णत्ता तं जहा - मायिमिच्छादिट्ठीउववण्णगा य अमायिसम्म दिट्ठीउववण्णगा य, तत्थ णं जे से मायिमिच्छादिट्ठीउववण्णए देवे से णं अणगारं भावियप्पाणं पासइ, पासित्ता णो वंदइ, णो णमंसइ, णो सक्कारेइ, णो सम्माणेइ, णो कल्लाणं मंगलं देवयं चेइयं जाव पज्जुवासइ, से णं अणगारस्स भावियप्पणो मज्झमज्झेणं वीइवएज्जा । तत्थ णं जे से अमायिसम्मद्दिट्ठिउववण्णए देवे से णं अणगारं भावियप्पाणं पासइ पात् वंदइ, णमंसइ जाव पज्जुवासइ । से णं अणगारस्स भावियप्पणो मज्झंमज्झेणं णो वीइवएज्जा, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ जाव अत्थेगइए णो वीइवएज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કેટલાક જાય છે અને કેટલાક જતા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! દેવના બે પ્રકાર છે, યથા–માયી મિથ્યાદષ્ટિ-ઉપપજ્ઞક અને અમાયી સમ્યગ્દષ્ટ ઉપપન્નક. માયી મિથ્યાદષ્ટિ ઉપપત્રક દેવ, ભાવિતાત્મા અણગારને જુએ છે, જોઈને વંદન-નમસ્કાર પણ કરતા નથી અને તેને કલ્યાણકારી, મંગલકારી, દેવતુલ્ય, જ્ઞાનવાન સમજતા નથી અને તેમની પર્યુપાસના કરતા નથી. તે દેવ, ભાવિતાત્મા અણગારની મધ્યમાં થઈને જાય છે અને અમાયી સમ્યગ્દષ્ટિ-ઉપપન્નક દેવ, ભાવિતાત્મા અણગારને જુએ છે, જોઈને વંદન-નમસ્કાર કરે છે યાવત્ તેમની પર્યુપાસના કરે છે. તે ભાવિતાત્મા અણગારની મધ્યમાં થઈને જતા નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કોઈ દેવ જાય છે અને કોઈ દેવ જતા નથી.
३ असुरकुमारे णं भंते! महाकाये महासरीरे अणगारस्स भावियप्पणो मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! एवं चेव, देवदंडओ भाणियव्वो जाव वेमाणिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મહાકાય અને પ્રશસ્તશરીરી અસુરકુમાર દેવ, ભાવિતાત્મા અણગારની