Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૧૪: ઉદ્દેશક-૭
[ ૧૫૫ |
શતક-૧૪ : ઉદ્દેશક-૭
સંશ્લિષ્ટ
પ્રભુ મહાવીર અને ગૌતમનો ભવાન્તરીય સંબંધ:| १ रायगिहे जावपरिसा पडिगया। गोयमा !त्ति समणे भगवं महावीरे भगवंगोयम आमंतित्ता एवं वयासी-चिर संसिट्ठोसि मे गोयमा ! चिरसंथुओसि मे गोयमा! चिरपरिचिओसि मे गोयमा !चिरजुसिओसि मे गोयमा !चिराणुगओसि मे गोयमा ! चिराणुवत्तीसि मे गोयमा ! अणंतर देवलोए अणंतरं माणुस्सए भवे, किं परं, मरणा कायस्स भेया, इओचुया दो वितुल्ला एगट्ठा अविसेसमणाणत्ता भविस्सामो। શબ્દાર્થઃ- આમતે = આમંત્રિત કરીને બોલાવીને ગુણ અહીંથી અર્થાત્ મનુષ્ય ભવથી વ્યુત થવા પર વિતેલમત્તા વિશેષતા રહિત-જ્ઞાનદર્શનાદિમાં એક સમાન અર્થાત્ ભિન્નતા રહિત. ભાવાર્થ :- રાજગૃહ નગરમાં ભગવાન પધાર્યા. પરિષદ ધર્મોપદેશ સાંભળવા આવી અને ધર્મોપદેશ શ્રવણ કરીને પાછી ફરી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભગવાન ગૌતમને બોલાવીને કહ્યું- હે ગૌતમ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે અર્થાત્ તું મારી સાથે ચિરકાલના સ્નેહથી સંબદ્ધ છે. હે ગૌતમ! તું મારી સાથે ચિરસંસ્તુત છે અર્થાત્ તે મારી દીર્ઘકાલથી સ્તુતિ-પ્રશંસા કરી છે. હે ગૌતમ ! તું મારી સાથે ચિર પરિચિત છે. તારો મારી સાથે લાંબા સમયથી પરિચય રહ્યો છે. હે ગૌતમ! તું મારી સાથે ચિર સેવિત અથવા ચિર પ્રીતિવાન છે. તે દીર્ઘકાલથી મારી સેવા કરી છે અથવા મારી સાથે પ્રીતિ રાખી છે. હે ગૌતમ! તું મારી સાથે ચિરાનુગત છે, (તે મારું દીર્ઘકાલથી અનુસરણ કર્યું છે.) હે ગૌતમ ! તું મારી સાથે ચિરાનુવૃત્તિવાન છે, તું મારી સાથે ચિરકાલથી અનુકૂળ વર્તન કરી રહ્યો છે.) હે ગૌતમ ! આ ભવથી (પૂર્વના) અનંતર દેવ-ભવમાં અને તેના અનંતર મનુષ્ય ભવમાં તારો મારી સાથે સંબંધ હતો. અધિક શું કહું? આ ભવમાં મૃત્યુ પશ્ચાતુ આ શરીર છૂટી ગયા પછી આપણે બંને તુલ્ય(એક સમાન) અને એકાર્થ(એક પ્રયોજનવાળા અથવા એક સિદ્ધક્ષેત્રમાં રહેનાર) વિશેષતા રહિત અને કોઈ પણ પ્રકારના ભેદભાવ રહિત થઈ જશું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાક્ષાત્ તીર્થકર પ્રભુ મહાવીરે ગૌતમ સ્વામીને આશ્વાસન આપ્યું છે. પોતાના દીક્ષિત શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જવા છતાં પોતાને ચિરકાલ સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થવાથી ગૌતમસ્વામી ખિન્ન થઈ ગયા હતા. ત્યારે પ્રભુએ તેને કહ્યું, હે ગૌતમ ! તું ચિરકાલથી મારો પરિચિત છો. તારો મારા પ્રતિ ભક્તિરાગ હોવાથી તને કેવળજ્ઞાન થતું નથી, તેથી તુખિન્ન ન થા. આ શરીર છૂટયા પછી આપણે બંને સમાન સ્થિતિમાં અર્થાત્ સિદ્ધ અવસ્થામાં સ્થિત થઈ જશું. મૂળ પાઠમાં કુ = એકાર્થ શબ્દ પ્રયોગ છે તેના બે અર્થ થાય છે. એકાર્થ- એક અર્થાત્ સમાન, અનંતસુખરૂપ અર્થ–પ્રયોજનવાળા,