Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| १८५
વિજય ગાથાપતિની સમાન છે, વિશેષતા એ છે કે, “હું વિપુલ ખંડ-ખાધ-ખાજારૂપ મિષ્ટ ખાદ્ય પદાર્થ વહોરાવીશ દાન આપીશ. આ પ્રકારનો વિચાર કરીને આનંદ ગાથાપતિ સંતુષ્ટ થયા, ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું. ત્યાર પછી મેં ત્રીજા માસખમણનો સ્વીકાર કર્યો. १४ तएणंअहंगोयमा !तच्चंमासक्खमणपारणगंसितंतुवायसालाओपडिणिक्खमामि, पडिणिक्खमित्ता तहेव जाव अडमाणे सुणंदस्स गाहावइस्स गिह अणुपविट्ठे । तएणं से सुणंदेगाहावई एवंजहेव विजय गाहावई, णवरंममंसव्वकामगुणिएणं भोयणेणंपडिलाभेइ, सेसतंचेव जावचउत्थं मासक्खमणं उवसंपज्जित्ता णं विहरामि। ભાવાર્થ:- હે ગૌતમ ! ત્યાર પછી ત્રીજા મા ખમણના પારણાના માટે હું વણકરશાળામાંથી બહાર નીકળ્યો, નીકળીને પૂર્વવત્ યાવતુમેં સુનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. સુનંદ ગાથાપતિએ મને આવતો જોયો, તેણે વિજય ગાથાપતિની જેમ વંદન નમસ્કાર કર્યા યાવત્ વિશેષતા એ છે કે મને સર્વરસ સંપન્ન ભોજનથી અર્થાતુ અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી દ્વારા પ્રતિલાભિત કર્યો. શેષ વર્ણન પૂર્વવતુ જાણવું. ત્યાર પછી મેં ચોથા માસખમણનો સ્વીકાર કર્યો. १५ तीसे णं णालंदाए बाहिरियाए अदूरसामंते एत्थ णं कोल्लाए णामं सण्णिवेसे होत्था, सण्णिवेसवण्णओ। तत्थ णंकोल्लाए सण्णिवेसे बहुलेणाममाहणे परिवसइ । अडे जाव अपरिभए.रिउव्वेय जावसपरिणिट्रिए याविहोत्था । तएणं से बहलेमाहणे कत्तियचाउम्मासियपाडिवगसि विउलेणं महुघयसंजुत्तेणं परमण्णेणं माहणे आयामेत्था। तएणंअहंगोयमा! चउत्थमासक्खमणपारणगसि तंतुवायसालाओ पडिणिक्खमामि, पडिणिक्खमित्ताणालंदंबाहिरियंमज्झमज्झेणं णिग्गच्छामि,णिग्गच्छित्ताजेणेव कोल्लाए सण्णिवेसेतेणेव उवागच्छामि, उवागच्छित्ता कोल्लाए सण्णिवेसेउच्चणीय जावअडमाणस्स बहुलस्स माहणस्स गिह अणुप्पविढे । तएणं से बहुले माहणे ममं एज्जमाणं तहेव जाव मम विउलेणं महुघयसंजुत्तेणं परमण्णेणं पडिलाभिस्सामि तितुढे । सेसंजहा विजयस्स, जावबहुले माहणे, बहुले माहणे । ભાવાર્થ:- ત્યાર પછી નાલંદાપાડાથી કંઈક દૂર કોલ્લાક નામનો સન્નિવેશ હતો. તે કોલ્લાક સન્નિવેશમાં બહુલ નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન થાવત્ અપરાભૂત હતા. તે ઋગ્વદાદિમાં નિપુણ હતા. તે બહુલ બ્રાહ્મણે કાર્તિક ચાતુર્માસની પ્રતિપદાના દિવસે બ્રાહ્મણોને પુષ્કળ ઘી-સાકર સંયુક્ત ખીરનું ભોજન કરાવ્યું હતું. હે ગૌતમ!ત્યાર પછી ચોથા માસક્ષમણના પારણાને માટે હું વણકરશાળામાંથી બહાર નીકળ્યો, નીકળીને નાલંદા પાડામાં થઈને કોલ્લાક સન્નિવેશમાં ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં ભિક્ષાચરીને માટે જતાં મેં બહુલ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો. બહુલ બ્રાહ્મણે મને આવતા જોયો યાવતુ હું ઘી-સાકર સંયુક્ત ખીરથી પ્રતિલાભિત કરીશ, તે પ્રમાણે વિચાર કરીને બહુલ બ્રાહ્મણ સંતુષ્ટ થયા. શેષ વર્ણન વિજ્ય ગાથાપતિની સમાન પૂર્વવત્ જાણવું. વાવ બહુલ બ્રાહ્મણ ધન્ય છે, બહુલ બ્રાહ્મણ ધન્ય છે, તેમ લોકો કહેવા લાગ્યા. ગોશાલક દ્વારા પ્રભુની શોધ:१६ तएणं से गोसाले मंखलिपुत्ते ममंतंतुवायसालाए अपासमाणे रायगिहे णयरे