Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૧૪: ઉદ્દેશક–૩
[ ૧૩૩ ]
|९ से णं भंते ! किं सत्थेणं अक्कमित्ता पभू, अणक्कमित्ता पभू ? गोयमा ! अक्कमित्ता पभू, णो अणक्कमित्ता पभू । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મધ્યમાં થઈને જનાર દેવ શસ્ત્રનો પ્રહાર કરીને જઈ શકે છે કે પ્રહાર કર્યા વિના જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ ! શસ્ત્રનો પ્રહાર કરીને જઈ શકે છે, પ્રહાર કર્યા વિના જઈ શકતા નથી. १० सेणं भंते !किं पुट्विं सत्थेणं अक्कमित्ता पच्छा वीइवएज्जा, पुट्विं वीइवएज्जा पच्छा सत्थेणं अक्कमेज्जा?
गोयमा !पुट्विंसत्थेणं अक्कमित्ता पच्छा वीइवएज्जा,णोपुव्दिवीइवइत्ता पच्छा सत्थेणं अक्कमिज्जा । एवंएएणं अभिलावेणंजहादसमसए आइडीउद्देसए तहेव णिरवसेसं चत्तारि दंडगा भाणियव्वा जावमहिड्डीया वेमाणिणी अप्पिड्डीयाए वेमाणिणीए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે દેવ પહેલાં શસ્ત્રનો પ્રહાર કરે છે અને પછી જાય છે કે પહેલાં જાય છે અને પછી શસ્ત્રનો પ્રહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! પહેલાં શસ્ત્રનો પ્રહાર કરે છે અને પછી જાય છે પરંતુ પહેલાં જાય છે અને પછી શસ્ત્રનો પ્રહાર કરે છે તે પ્રમાણે હોતું નથી.
- આ રીતે આ અભિલાપ(સૂત્રોચ્ચારણ) દ્વારા શતક ૧૦/૩'મા ' ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ રૂપે ચારે દંડક યાવત મહદ્ધિક વૈમાનિક દેવી, અલ્પદ્ધિક દેવીની મધ્યમાં થઈને જઈ શકે છે. ત્યાં સુધી કહેવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ચાર દંડકમાં પ્રત્યેકના ત્રણ-ત્રણ આલાપક(સૂત્ર સમૂહ) દ્વારા દેવોના પરસ્પરના આદર-સત્કારનું નિરૂપણ કર્યું છે. ચાર દંડક આ પ્રમાણે છે (૧) દેવ અને દેવ (૨) દેવ અને દેવી (૩) દેવી અને દેવ (૪) દેવી અને દેવી. ચારે દંડકમાં ત્રણ આલાપક આ પ્રમાણે છે(૧) અલ્પદ્ધિક દેવ કે દેવી, મહદ્ધિક દેવ કે દેવીની મધ્યમાં થઈને જઈ શકતા નથી. (૨) સમદ્ધિક દેવ કે દેવી, સમદ્ધિક દેવ કે દેવીની મધ્યમાં થઈને જઈ શકે છે પરંતુ તે દેવ સાવધાન ન હોય ત્યારે પહેલા શસ્ત્ર પ્રહાર કરીને જઈ શકે છે. (૩) મહદ્ધિક દેવ કે દેવી, અલ્પદ્ધિક દેવ કે દેવીની મધ્યમાં ગમે ત્યારે ગમે તે રીતે જઈ શકે છે. નૈરયિકોમાં પુદ્ગલ પરિણમન :|११ रयणप्पभापुढविणेरइया णं भंते ! केरिसयं पोग्गल परिणामं पच्चणुब्भवमाणा विहरति? गोयमा ! अणिटुं जाव अमणाणं । एवं जाव अहेसत्तमापुढविणेरइया । एवं वेयणापरिणामं । एवं जहा जीवाभिगमे बिइए णेरइयउद्देसए जाव
अहेसत्तमापुढविणेरइयाणं भंते !केरिसयं परिग्गहसण्णापरिणामंपच्चणुब्भवमाणा