Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪
શ્રી ભગવતી સૂત્ર-૪
कण्हपक्खिया उववज्जंति, पुच्छा ?
गोयमा ! जहा रयणप्पभाए तहेव सव्वावत्तवया भाणियव्वा । णवरं दोहिं वे हिं उववज्जंति, णपुंसगवेयगा ण उववज्जंति, सेसं तं चेव । उव्वट्टंतगा वि तहेव, णवरं असण्णी उव्वट्टंति । ओहिणाणी ओहिदंसणी य ण उव्वट्टंति, सेसं तं चेव ।
पण्णत्तएसु तहेव णवरं-संखेज्जगा इत्थवेयगा पण्णत्ता, एवं पुरिसवेयगा वि, णपुंसगवेयगा णत्थि । कोहकसायी सिय अत्थि सिय णत्थि, जइ अत्थि जहणणेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा पण्णत्ता । एवं माणकसायी वि मायाकसायी वि। संखेज्जा लोभकसायी पण्णत्ता, सेसं तं चेव । तिसु वि गमएसु संखेज्जेसु चत्तारि लेस्साओ भाणियव्वाओ ।
एवं असंखेज्जवित्थडेसु वि, णवरं - तिसु वि गमएस असंखेज्जा भाणियव्वा जाव असंखेज्जा अचरिमा पण्णत्ता ।
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમાર દેવના તે ૬૪ લાખ આવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં એક સમયમાં કેટલા અસુરકુમાર દેવો ઉત્પન્ન થાય છે ? કેટલા કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી અને તેજોલેશી દેવો ઉત્પન્ન થાય છે? કેટલા કૃષ્ણપાક્ષિક ઉત્પન્ન થાય છે ? ઇત્યાદિ પ્રશ્ન કરવા જોઈએ ? ઉત્તર– તેના ઉત્તર પણ રત્નપ્રભા નરક પૃથ્વીની સમાન તેની સંપૂર્ણ વક્તવ્યતા જાણવી. પરંતુ તેમાં વિશેષતા એ છે કે અહીં બે વેદ(સ્ત્રીવેદ, પુરુષવેદ) સહિત ઉત્પન્ન થાય છે, નપુંસકવેદી ઉત્પન્ન થતા નથી. શેષ સર્વ પૂર્વવત્ જાણવું.
ઉર્તનાના વિષયમાં પણ તે જ રીતે જાણવું. તેમાં વિશેષતા એ છે કે અસુરકુમારોમાં અસંશી પણ ઉર્તે છે. (એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે તે અપેક્ષાએ). અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉર્તતા નથી. સ્થાનગતજીવોનાવિષયમાં પૂર્વવત્ જાણવું, વિશેષતા એ છે કે સ્થાનગત અસુરકુમાર દેવોમાં સંખ્યાતા સ્ત્રીવેદી અને સંખ્યાતા પુરુષવેદી હોય છે, નપુંસકવેદી હોતા નથી. ક્રોધ કષાયી કદાચિત્ હોય છે, કદાચિત્ હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે. તે જ રીતે માનકષાયી, માયાકષાયીના વિષયમાં પણ જાણવું જોઈએ. લોભકષાયી સદા સંખ્યાતા હોય છે. સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં ઉત્પન્ન થતા, નીકળતા અને સ્થાનગત જીવોના ત્રણે આલાપકોમાં ચાર લેશ્યાનું કથન કરવું જોઈએ.
આ જ રીતે અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોના વિષયમાં પણ કહેવું જોઈએ. પરંતુ તેમાં વિશેષતા એ છે કે ત્યાં ‘અસંખ્યાત’ પાઠ કહેવો. આ રીતે અચરમ પર્યંત કથન કરવું જોઈએ. ५ केवइया णं भंते ! णागकुमारावास-सयसहस्सा पण्णत्ता ?
गोयमां ! चुलसीई नागकुमारावास सयसहस्सा पण्णत्ता । एवं जाव थणियकुमारा, वरं जत्थ जत्तिया भवणा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નાગકુમાર દેવોના કેટલા લાખ આવાસો છે ?