Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૪ : ઉદ્દેશક-૧
ØØ
ઉદ્દેશકોનાં નામ :
१
શતક-૧૪ : ઉદ્દેશક-૧
ચરમ
૧૧૫
ROR zÕવ્ઝ
चरम उम्माय सरीरे, पोग्गल अगणी तहा किमाहारे । सिट्ठ मंतरे खलु, अणगारे केवली चेव ॥
ચૌદમાં શતકના દશ ઉદ્દેશકોના નામ આ પ્રમાણે છે, યથા– (૧)ચરમ (૨) ઉન્માદ (૩) શરીર (૪) પુદ્ગલ (૫) અગ્નિ (૬) કિમાહાર (૭) સંશ્લિષ્ટ (૮) અંતર (૯) અણગાર (૧૦) કેવળી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં(ગાથામાં) ઉદ્દેશકોનાં નામ તેના આધ અથવા મુખ્ય વિષયના આધારે દર્શાવેલ છે.
યથા
(૧) પરમ :- પ્રથમ પ્રશ્ન ચરમ દેવાવાસ સંબંધી હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ ‘ચરમ’ છે. (૨) કમ્બાય :- - ઉન્માદનું સ્વરૂપ વગેરે મુખ્ય વિષય હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ‘ઉન્માદ’ છે.
(રૂ) પીત્તે :– આધમાં મહાન શરીરી દેવની વૈક્રિયશક્તિનું પ્રતિપાદન હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ ‘શરીર’ છે.
(૪) પોળ :– આધ વિષય પુદ્ગલ પરિણામ હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ ‘પુદ્ગલ’ છે.
(૧) અગળી :– પ્રારંભમાં જીવોની, અગ્નિની મધ્યમાં થઈને જવાની શક્તિ વિષયક વર્ણન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ‘અગ્નિ’ છે. (६) किमाहारे: – પ્રારંભમાં જીવોના આહારાદિનું પ્રતિપાદન હોવા છઠ્ઠા ઉદ્દેશકનું નામ ‘આહાર’ છે. (૭) સસિદુ :–પ્રારંભમાં ભગવાન મહાવીર અને ગૌતમના વાર્તાલાપમાં 'વિર સિન્ક્રોસિ' શબ્દ પ્રયોગ છે. આ શબ્દ પ્રયોગના સંશ્લિષ્ટ શબ્દના આધારે સાતમા ઉદ્દેશકનું નામ ‘સંશ્લિષ્ટ’ છે. (૮) અંતરે :– આઠે પૃથ્વીઓના અંતરનું પ્રતિપાદન હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ ‘અંતર’ છે. (૬) અળરે :–પ્રારંભમાં અણગાર વિષયક વર્ણન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ ‘અણગાર’ છે. (૧૦) જેવા :– કેવળીનું જ્ઞાન સામર્થ્ય પ્રતિપાદિત હોવાથી દશમા ઉદ્દેશકનું નામ ‘કેવળી’ છે. લેશ્યાનુસાર ગતિ, ઉત્પત્તિ ઃ
२ रायगिहे जाव एवं वयासी- अणगारे णं भंते ! भावियप्पा चरमं देवावासं वीइक्कंते,