Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૧૪: ઉદ્દેશક-૨
[ ૧૨૫]
ઉત્તર-હે ગૌતમ! જો કોઈદેવ, નૈરયિક, પર અશુભ પુલોનો પ્રક્ષેપ કરે, તો તે અશુભ પુલોના પ્રક્ષેપથી નૈરયિકો યક્ષાવેશરૂપ ઉન્માદને પ્રાપ્ત થાય છે અને મોહનીય કર્મના ઉદયથી મોહનીય કર્મજન્ય ઉન્માદને પ્રાપ્ત થાય છે, તેથી હે ગૌતમ! નૈરયિકોમાં બે પ્રકારનો ઉન્માદ હોય છે. | ३ असुरकुमाराणं भंते ! कइविहे उम्माए पण्णत्ते?
गोयमा ! जहेव णेरइयाणं; णवरं देवे वा से महिड्डीयतराए असुभे पोग्गले पक्खिवेज्जा,सेणतेसिं असुभाणपोग्गलाणपक्खिवणयाएजक्खाएसउम्मायपाउणेज्जा, मोहणिज्जस्स वा, सेसंतंचेव, से तेणटेणं जावउदएणं । एवं जावथणियकुमाराणं । पुढविकाइयाणं जावमणुस्साणं एएसिं जहाणेरइयाणं; वाणमंतस्जोइसवेमाणियाणंजहा असुरकुमाराण। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોમાં કેટલા પ્રકારનો ઉન્માદ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોની સમાન તેમાં પણ બે પ્રકારના ઉન્માદ હોય છે. તેમાં વિશેષતા એ છે કે મહદ્ધિક દેવ, તે અસુરકુમારો પર અશુભ મુગલોનો પ્રક્ષેપ કરે છે અને તે અશુભ મુગલોના પ્રક્ષેપથી યક્ષાવેશરૂપ ઉન્માદને પ્રાપ્ત થાય છે તથા મોહનીય કર્મના ઉદયથી મોહનીયકર્મજન્ય ઉન્માદને પ્રાપ્ત થાય છે. શેષ સર્વ કથન પૂર્વવત્ સમજવું જોઈએ.
આ રીતે સ્વનિતકુમારો સુધી ઉન્માદના વિષયમાં સમજવું જોઈએ. પૃથ્વીકાયિકથી મનુષ્યો સુધીના દંડકોમાં નૈરયિકોની સમાન સમજવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં અસુરકુમારોની સમાન સમજવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉન્માદનું સ્વરૂપ, તેના ભેદ અને ચોવીસ દંડકોમાં તેના અસ્તિત્વને સૂચિત કર્યું છે. ઉન્માદ - ઉન્મત્તતાને ઉન્માદ કહે છે. જેનાથી શુદ્ધ ચેતનાનો, વિવેકજ્ઞાનનો નાશ થઈ જાય, તેને ઉન્માદ કહે છે. યક્ષાવેશજન્ય ઉન્માદ - ભૂત, પિશાચ, યક્ષ આદિ શરીરમાં પ્રવેશ કરે અને વ્યક્તિ પોતાનો વિવેક ગુમાવે છે, નિરર્થક બકવાટ આદિ કરે છે. તેને યક્ષાવેશ રૂ૫ ઉન્માદ કહે છે. મોહનીયજન્ય ઉન્માદ:- મોહનીય કર્મના ઉદયથી આત્માનો પારમાર્થિક બોધ નષ્ટ થઈ જાય છે. તેને મોહનીયજન્ય ઉન્માદ કહે છે. તેના બે ભેદ છે. મિથ્યાત્વ મોહનીયજન્ય અને ચારિત્રમોહનીયજન્ય ઉન્માદ, મિથ્યાત્વ મોહનીયજન્ય ઉન્માદઃ- તેના પ્રભાવથી જીવ તત્ત્વને અતત્ત્વ અને અતત્ત્વને તત્ત્વ સમજે છે. સત્ય વસ્તુને સમજી શકતો નથી. ચારિત્ર મોહનીયજન્ય ઉન્માદ – તેના પ્રભાવથી જીવ વિષય-કષાયાદિના સ્વરૂપને જાણવા છતાં પણ જ્ઞાન સભર પ્રવૃત્તિ કરી શકતો નથી. તે અજ્ઞાનીની સમાન પ્રવૃત્તિ કરે છે અથવા ચારિત્ર મોહનીયની વેદ નામક પ્રકૃતિના ઉદયથી જીવ હિતાહિતનું ભાન ભૂલીને સ્ત્રી આદિમાં આસક્ત બને છે. મોહના નશામાં ભાન ભૂલી જાય છે.