Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૩ : ઉદ્દેશક-૭
શતક-૧૩ : ઉદ્દેશક
સંક્ષિપ્ત સાર
૮૯
આ ઉદ્દેશકમાં ભાષા, મન અને કાયાના સ્વરૂપ વિષયક વિવિધ પ્રશ્નોત્તર, પાંચ પ્રકારના મરણ અને તેના ભેદ પ્રભેદનું નિરૂપણ છે.
ભાષા :- જીવ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને, તેને ભાષારૂપે પરિણમાવીને છોડે છે, તેના ગ્રહણ કર્યા પહેલા અને છોડયા પછી તેનું ભાષા રૂપે અસ્તિત્વ રહેતું નથી. તેથી ભાષા આત્મરૂપ નથી. કારણ કે આત્મા ત્રિકાલસ્થાયી છે. ભાષા શ્રોતેન્દ્રિય દ્વારા ગ્રાહય હોવાથી પૌલિક છે અને પૌલિક હોવાથી તે રૂપી, અચિત્ત, અને અજીવરૂપ છે. તે અજીવરૂપ હોવા છતાં જીવના પ્રયત્નથી જ બોલાય છે, તેથી ભાષા જીવને જ હોય છે જીવને હોતી નથી. જ્યારે બોલાય ત્યારે જ તેને ભાષા કહેવાય છે. ભાષાનો એક સમય વ્યતીત થયા પછી તે અભાષા કહેવાય છે. જયારે વક્તા ભાષાનો પ્રયોગ કરે છે, ત્યારે જ તેનું ભેદન થાય છે. કારણ કે તેનું અસ્તિત્વ વર્તમાનકાલભાવી જ છે. ભાષાના ચાર પ્રકાર છે. યથા– સત્યભાષા, અસત્યભાષા, મિશ્રભાષા અને વ્યવહારભાષા.
મન ઃ— જીવ મનોવર્ગણાના પુદ્દગલોને ગ્રહણ કરીને, તેને મનરૂપે પરિણમાવીને મનન કરે, તેને મન કહે છે. મનન સમયે જ તે મન કહેવાય છે. પૂર્વ કે પશ્ચાત્ અવસ્થામાં તેનું મન રૂપે અસ્તિત્વ રહેતું નથી અર્થાત્ મન પણ અશાશ્વત છે. માટે તે આત્મરૂપ નથી, અનાત્મરૂપ છે. તેથી ભાષાની જેમ મન પણ રૂપી, અજીવ અને પુદ્ગલ સ્વરૂપ છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ મન હોય છે. અન્ય જીવને કે અજીવને મન હોતું નથી. મનના પણ ભાષાની જેમ ચાર ભેદ છે– સત્યમન, અસત્યમન, મિશ્રમન અને વ્યવહારમન,
કાયા :– કાયા કથ્થચતુ આત્મસ્વરૂપ છે, કÜચતુ અનાત્મ સ્વરૂપ છે. કાયા આત્મા સાથે અનાદિકાલથી છે. કાયાના સ્પર્શનો, છેદન, ભેદનનો કાયા દ્વારા કરેલા કર્મોનો અનુભવ કાયાના માધ્યમથી આત્માને જ થાય છે. તે અપેક્ષાએ કથંચિત્ તે આત્મરૂપ છે. પરંતુ તેના અંગોપાંગના છેદનથી આત્માનો નાશ થતો નથી તેની અપેક્ષાએ તે આત્માથી ભિન્ન અનાત્મસ્વરૂપ છે.
જીવના કર્મો(કાર્યણ શરીર) અને આત્મા તીરનીરની જેમ એકમેક જેવા છે. તેથી કાર્યણ શરીરની અપેક્ષાએ આત્મરૂપ અને ઔદારિકાદિ સ્થૂલ શરીરની અપેક્ષાએ અનાત્મરૂપ છે, ઔદારિકાદિ શરીરની અપેક્ષાએ કાયા રૂપી મનાય છે અને સૂક્ષ્મ શરીર(કાર્યણ શરીર)ની અપેક્ષાએ તે(રૂપી હોવા છતાં) અરૂપી મનાય છે.
જીવિત અવસ્થામાં કાથા સચિત્ત અને મૃતાવસ્થામાં તે અચિત્ત છે. શ્વાસોચ્છવાસાદિ પ્રાણયુક્ત હોવાથી ઔદારિક શરીરરૂપ કાયા જીવરૂપ છે અને શ્વાસોચ્છવાસાદિ રહિતની અપેક્ષાએ કાર્યણ શરીરરૂપ કાયા અવરૂપ છે.
કાયા જીવ અને અલ્ઝવ બંનેને હોય છે. તેનો સંબંધ પહેલાં અને પછી પણ હોય છે. જેમ દેડકાના મૃત કલેવરમાં ભવિષ્યમાં જીવ ઉત્પન્ન થાય ત્યાર પછી તે જીવનું શરીર બની જાય છે. તેમ છતાં જીવની ઉત્પત્તિ પહેલાં પણ તેને કાયા કહેવાય છે. જ્યારે તેમાં જીવ હોય ત્યારે જીવિત શરીરને પણ કાયા અને