Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
एवामेव अणगारे वि भावियप्पा, पुच्छा?
हंता गोयमा !गच्छेज्जा । सेसंतंचेव णिरवसेसं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ કોઈ સમુદ્રવાસ(સમુદ્રનો કાગડો) એક તરંગ પરથી બીજા તરંગ પર ઉછળતો ઉછળતો ગમન કરે છે, તે જ રીતે શું ભાવિતાત્મા અણગાર પણ વિદુર્વણા કરીને ગમન કરી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે રીતે ગમન કરી શકે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. ११ सेजहाणामए केइ पुरिसे चक्कंगहाय गच्छेज्जा, एवामेव अणगारे विभावियप्पा चक्ककिच्चहत्थगएणं अप्पाणेणं, पुच्छा?
हंता गोयमा !गच्छेज्जा । सेसंजहा केयाघडियाए । एवं छत्तं, चमरं, रयणं वरं, वेरुलियं जावरिद्धं, उप्पलहत्थगं, पउमहत्थगं, कुमुयहत्थगं जावसहस्सपत्तगं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુરુષ હાથમાં ચક્ર લઈને જાય છે, તે રીતે ભાવિતાત્મા અણગાર પણ ચક્રને હાથમાં લઈને વિદુર્વણા કરી આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! ઊડી શકે છે. શેષ કથન રજુબદ્ધ ઘટિકાની સમાન જાણવું જોઈએ. આ રીતે છત્ર, ચામર, રત્ન, વજ, વૈર્ય યાવત રિષ્ટ રત્ન તથા ઉત્પલ, પદ્મ અને કુમુદ, સહસપત્ર સમૂહ(પંખો) હાથમાં લઈને ગમન કરે છે, વગેરે જાણવું. १२ सेजहाणामए केइ पुरिसे भिसंअवदालियअवदालिय गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा भिसकिच्चगएणं अप्पाणेणं, पुच्छा?
हंता गोयमा !गच्छेज्जा । सेसंतं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુરુષ કમલની દાંડીને તોડતા ગમન કરે છે, તે જ રીતે શું ભાવિતાત્મા અણગાર પણ કરી શકે છે? સ્વયં તથા પ્રકારના રૂપોની વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે જ રીતે ગમન કરી શકે છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. १३ से जहाणामए मुणालिया सिया, उदगंसिकायं उम्मज्जियउम्मज्जिय चिठेज्जा, एवामेव अणगारे वि भावियप्पा मुणालिय किच्चगएणं अप्पाणेणं, पुच्छा ?
हंता गोयमा ! चिट्ठज्जा । सेसंतंचेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ કોઈ મૃણાલિકા(કમળનાલિકા) પોતાના શરીરને પાણીમાં ડૂબાડતી અને મુખને બહાર રાખતી રહે છે, તે જ રીતે શું ભાવિતાત્મા અણગાર પણ તેવા જ રૂપની વિદુર્વણા કરીને તે પ્રમાણે કરી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! તે રીતે રહી શકે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ.