Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૨]
શ્રી ભગવતી સૂત્ર-૪
અર્થ:- (૧) નૈરયિક, (૨) સ્પર્શ, (૩) પ્રસિધિ, (૪) નિરયાન્ત, (૫) લોકમધ્ય, (૬) દિશાવિદિશા, (૭) અસ્તિકાય પ્રવર્તન, (૮) અસ્તિકાય પ્રદેશ સ્પર્શના, (૯) અવગાહના, (૧૦) જીવાવગાઢ, (૧૧) અસ્તિકાય પ્રદેશ નિષદન, (૧૨) બહુમ, (૧૩) લોક સંસ્થાન.
સૂત્રકારે દ્વારોનો નામોલ્લેખ કર્યો નથી તેમ છતાં ક્રમશઃ એક-એક કારનું નિરૂપણ કર્યું છે.
પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમ નૈરયિક દ્વારનું નિરૂપણ છે. જેમાં સાતે નરક પૃથ્વીના નારકાવાસોની સંખ્યા, વિશાળતા, વિસ્તાર, આકાશ, સ્થાનરિક્તતા, પ્રવેશ, આકીર્ણતા, વ્યાપ્તતા, સંઘટ્ટન રહિતતા, કર્મ, ક્રિયા, આશ્રવ, વેદના, તથા ઋદ્ધિ, ધુતિ આદિની તરતમતાનું નિરૂપણ કર્યું છે. મદમહાનયા.. - સૂત્રોક્ત વિશિષ્ટ શબ્દોના અપેક્ષિત અર્થો આ પ્રમાણે છે– મદમાતા = લંબાઈ અપેક્ષાએ વિસ્તૃત મહાવિચ્છUણતર = પહોળાઈ અને તેની પરિધિની અપેક્ષાએ વિશાળ અર્થાત્ તેમાં નારકોને રહેવાનું ક્ષેત્ર વિશાળ હોય. મહા સતી (મહાવકાશ) = મહાન આકાશ ક્ષેત્રવાળા. મહાપરિવાતા = જીવની સંખ્યા અલ્પ હોવાથી ઘણુ સ્થાન ખાલી રહેતું હોય તેવા.મહાપલબતર = અનેક જીવો અન્ય ગતિમાંથી આવીને તેમાં પ્રવેશ(જન્મ ધારણ) કરતા હોય તેવા. સારૂખેતર = અધિક જીવો હોવાથી આકીર્ણ હોય છે તેવા. આસન = અધિક જીવો હોવાથી આકુળ- ભીડ યુક્ત હોય તેવા સોમણતરી (અણવર્માણ) = શરીરના પરસ્પર થતાં સંઘટ્ટનયુક્ત હોય છે તેવા.મહસ્મિતર = મહાનકર્મો યુક્ત જ્ઞાનાવરણીયાદિ કર્મોની અધિકતા હોય તેવા. મહરિયત = મહાનક્રિયાયુક્ત. તે જીવો પૂર્વ ભવમાં મહારંભ, મહાપરિગ્રહ આદિ અધિક પ્રવૃત્તિ કરીને આવ્યા હોય તેથી તેને મહાનકર્મ અને મહાનક્રિયાની પરંપરા ચાલુ હોય તેવા. મહિસવત = મહાશ્રવયુક્ત, ક્રિયાની અધિકતા હોવાથી નવા કર્મોનો આશ્રવ પણ અધિક થાય તેવા. માયણતરી = મહાવેદનાયુક્ત.
સારાંશ એ છે કે ક્રમશઃ નીચેની નરકના નરકાવાસ અત્યંત વિસ્તૃત, વિશાળ, મહાકાશ (ક્ષેત્ર) વાળા, ઘણી ખાલી જગ્યાવાળા હોય છે. ક્રમશઃ નીચેની નરકમાં નારકોની સંખ્યા અસંખ્યાતગુણી હીન છે. તેથી ત્યાં ઉપરની નરકની અપેક્ષાએ સતત અનેક જીવો જન્મ ધારણ કરતા નથી. આ રીતે આકીર્ણતા આદિ ક્રમશઃ ઘટતા જાય છે. આ સર્વ બોલ પરસ્પર સાપેક્ષ છે. નીચેની નરકના નારકોના કર્મ, ક્રિયા આશ્રવ અને વેદના ઉપરની નરકના નારકો કરતાં અધિક હોય છે અને શરીરની ઋદ્ધિ તથા ધુતિ હીન હોય છે. (૨) નૈરયિકોને એકેન્દ્રિય જીવોનો સ્પર્શ(દુઃખ)નો અનુભવ - |७ रयणप्पभापुढविणेरइया णं भंते ! केरिसयंपुढविफासंपच्चणुब्भवमाणा विहरति?
गोयमा ! अणिटुंजावअमणामं । एवं जावअहेसत्तमापुढविणेरड्या। एवंआउफासं जाववणस्सइफास। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો, ત્યાંની પૃથ્વીના સ્પર્શનો કેવો અનુભવ કરે
ઉત્તર- હે ગૌતમ ! તે પૃથ્વીના અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, મનને પ્રતિકુળ સ્પર્શનો અનુભવ કરે છે. આ રીતે અધઃસપ્તમ પૃથ્વીપર્યંતના નૈરયિકોના વિષયમાં પણ કહેવું જોઈએ. આ રીતે