Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
આદિ દશ બોલનું કથન ભવનપતિની સમાન જાણવું. વૈમાનિક દેવોનાં આવાસ, ઉત્પત્તિ આદિ
९ सोहम्मे णं भंते ! कप्पे केवइया विमाणावाससयसहस्सा पण्णत्ता? गोयमा ! बत्तीसविमाणावाससयसहस्सा पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? गोयमा !संखेज्जवित्थडा वि असंखेज्जवित्थडा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સૌધર્મ દેવલોકમાં કેટલા લાખ વિમાનાવાસ છે? ઉત્તર- હે ગૌતમ! બત્રીસ લાખ વિમાનાવાસ છે.
પ્રશ્ન- હે ભગવન! તે વિમાનાવાસ સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે? ઉત્તર- હે ગૌતમ ! તે વિમાન સંખ્યાત યોજન વિસ્તૃત છે અને અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે.
१० सोहम्मेणंभते !कप्पेबत्तीसाए विमाणवाससयसहस्सेसुसंखेजवित्थडेसुविमाणेसु एगसमएणं केवइया सोहम्मा देवा उववज्जति, केवइया तेउलेस्सा उववज्जति? ___गोयमा !जहा जोइसियाणं तिण्णि गमगा तहेव तिण्णि गमगा भाणियव्वा,तिसु विसंखेज्जा भाणियव्वा, णवरं ओहिणाणी ओहिदसणी य चयावेयव्वा, सेसंतंचेव । असंखेज्जवित्थडेसु एवं चेव तिण्णि गमगा,णवरंतिसुविगमएसुअसंखेज्जा भाणियव्वा। ओहिणाणी य ओहिदसणी य संखेज्जा चयति,सेसतंचेव । एवं जहा सोहम्मे वत्तव्वया भणिया तहा ईसाणे वि छ गमगा भाणियव्वा । सणंकुमारे एवं चेव, णवरं इत्थी वेयगा उववज्जतेसुपण्णत्तेसुयण भण्णति । असण्णी तिसुविगमएसुण भण्णति । सेसंतं चेव, एवं जावसहस्सारे, णाणत्तं विमाणेसुलेस्सासुय, सेसंतंचेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સૌધર્મ દેવલોકના બત્રીસ લાખ વિમાનાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત વિમાનોમાં એક સમયમાં કેટલા સૌધર્મ દેવો ઉત્પન્ન થાય છે? કેટલા તેજોલેશી દેવ ઉત્પન્ન થાય છે?
ઉત્તર– જે રીતે જ્યોતિષી દેવોના વિષયમાં ત્રણ સુત્રો કહ્યા, તે જ રીતે અહીં પણ ત્રણ સૂત્રો કહેવા જોઈએ. ત્રણે સૂત્રોમાં સંખ્યાતા” દેવો કહેવા અને તેમાં વિશેષતા એ છે કે અવધિજ્ઞાની, અવધિ દર્શની પણ ચ્યવે છે, ઉદ્વર્તન પામે છે. શેષ વર્ણન જ્યોતિષીની સમાન છે.
યોજન વિસ્તૃત વિમાનાવાસોના વિષયમાં પણ ત્રણે આલાપક કહેવા અને તે ત્રણે ય આલાપકમાં અસંખ્યાતાદેવોનું કથન કરવું જોઈએ. તે અસંખ્યાત યોજનવિસ્તૃત વિમાનાવાસોમાંથી સંખ્યાતા અવધિજ્ઞાની અને અવધિદર્શની ચ્યવે છે. શેષ કથન જ્યોતિષીની સમાન છે.
જે રીતે સૌધર્મ દેવલોકના વિષયમાં છ સૂત્રાલાપક કહ્યા, તે જ રીતે ઈશાન દેવલોકના વિષયમાં પણ છ સૂત્રાલાપક(ત્રણ સંખ્યાત યોજન વિસ્તૃત વિમાન સંબંધી અને ત્રણ અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાન સંબંધી) કહેવા જોઈએ. સનકુમાર દેવોના વિષયમાં પણ તે જ રીતે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સનત્કમારાદિ દેવો માત્ર પુરુષવેદી જ હોય છે. તેથી તેની ઉત્પત્તિમાં અને સ્વસ્થાનમાં સ્ત્રીવેદીનું કથન