________________
પ્રસ્તાવના.
આ અધ્યાત્મ રસને પોષણ કરનારો અત્યુત્તમ ગ્રંથ ન્યાયવિશા ન્યાયાચાર્ય જૈનશાસનના સ્થંભભૂત અનેક શાસ્ત્રોના નેતા ( પ્રણેતા ) અને અધ્યાત્મ રસના સમુદ્ર સમાન શ્રી યશોવિજય ઉપાધ્યાયે રચેલો છે. તે ક્યાં અને કયારે રચ્યો તે કર્તાએ કાંઈપણ જણાવ્યું નથી. પ્રશસ્તિની અંદર માત્ર સજ્જનની સ્તુતિ અને સજ્જન દુર્જનની પરીક્ષા બતાવીને છેલ્લા શ્લોકમાં પોતાનું નામમાત્ર જ સૂચવ્યું છે. એ મહાપુરૂષ સંવત ૧૬૮૦ થી ૧૯૪૬ ના અરસામાં થયેલ હોવાથી આ ગ્રંથ પણ તે અરસામાં જ એ મહાપુરૂષે રચેલો હશે એમ સંભવિત જણાય છે.
આ ગ્રંથની અંદર સાત પ્રબંધ છે અને તેમાં જુદા જુદા ૨૧ અધિકાર છે. તે સંબંધી સવિસ્તર હકીકત ટીકાકારે ગ્રંથની પીઠીકામાં જ આપેલી હોવાથી અને તેનું ભાષાંતર આ બુકના પ્રારંભના જ એ પૃષ્ટપર હોવાથી તે સંબંધી અત્ર ઉલ્લેખ કરવામાં આવતો નથી.
આ ગ્રંથ અધ્યાત્મ રસને એવું ઉત્તમ રીતે પોષણ આપે છે કે તેનું લક્ષ પૂર્વક સાદ્યંત વાંચન કરનાર ભવ્યાત્મા અવશ્ય અધ્યાત્મ રસમાં નિમગ્ન જ અની જાય છે. . આ ગ્રંથ અનુષ્ટુપાદિ વૃત્તમાં રચવામાં આવેલો છે. સાત પ્રબંધના મળીને એકંદર ૪ શ્લોક છે, તેમાં જુદા જુદા આઠ અધિકારોમાં ૧૮૭ શ્લોક મોટા વૃત્તવાળા છે, માછી અધા અનુષ્ટુપૂ છે.
ગ્રંથનો વિષય કેટલીક જગ્યાએ સમજવો મુશ્કેલ પડે તેવો હોવાથી આ ગ્રંથ ઉપર ટીકાની અપેક્ષા હતી, તે અનેક ગુણગણાલંકૃત પન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે પૂરી પાડી છે. ટીકા સુમારે સાત હજાર શ્લોક પ્રમાણ થયેલી છે અને તે સંવત ૧૯૫ર ના આશ્વીન દે ૩ જે પૂર્ણ કરેલી છે. આ ઝુકની અંદર મૂળ ગ્રંથના શ્લોક આપીને તેનું તેમજ તેની ટીકાનું ભાષાંતર આપવામાં આવેલું છે. ટીકા આપવામાં આવી
Aho! Shrutgyanam