Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. લુંટારાની જેમ નગરમાં લુંટ ચલાવી જણાય છે! આવું અસદવર્તન આદરીને શું તું ચિરકાળ પર્યન્ત રાજ્ય કરી શકીશ-એમ ધારે છે? શું લેકે કદાપિ કયાંઈ વણમાગ્યે પિતાનું દ્રવ્ય અને એ પણ આમ અનર્ગળ ઢગલાબંધ આપે ખરા ? તે પ્રજાને આમ પીડા ઉપજાવીને આપણા પૂર્વજોની કીર્તિને ગુમાવી છે!! એ સાંભળી અમૃત કરતાં પણ ચઢી જાય એવાં વચનવડે વિનયવાન પુત્ર અભયકુમારે પિતાને કહ્યું- હે તાત, જે આપના યશને લાંછન લાગે એવું મેં કંઈ કાર્ય કર્યું આપને ભાસતું હોય તે આપના વિશ્વાસુ ચરપુરૂષને મોકલી તપાસ કરાવે. - નિર્ભય પુત્રનાં એ વચન શ્રવણ કરીને પિતા-શ્રેણિક રાજાએ, નહોતો જેમને કંઈ પણ રાગ કે નહોતે કંઈ પણ રોષ એવા પિતાના ચર-સેવકોને રાત્રીને સમયે નગરને વિષે મુખ્યમુખ્ય માગે ફરીને અભયકુમારનાં ચેષ્ટિત પરત્વે જે કંઈ બેલાતું હોય તેની તપાસ કરવાને મોકલ્યા. એ સેવકજનેને સમસ્ત નગરને વિષે અભયકુમારનાં યશગાન ગવાતાં શ્રવણે પડ્યાં. અથવાતો સુરગિરિ મેરૂ પર્વત ઉપર સુવર્ણના ઝળહળી રહેલા પ્રકાશ શિવાય બીજું શું હાય ? આમ્રવૃક્ષ પર, ચિત્તને આહૂલાદ ઉન્ન કરનારી રમણીયતા વિના બીજુ શું હોય ? " આહા ! મેઘજળ જેમ વસુંધરાને તૃપ્ત કરે છે એમ જણે આપણને આ પાંચ દિવસમાં સર્વ પ્રકારે સુખી સુખી બનાવી દીધા છે એ રાજમંત્રી અયિકુમાર પૃથ્વી પર, ચિરંજીવ રહે ! અખિલ આકાશપ્રદેશને ચંદ્રમાં પ્રકાશમય કરે છે એમ એણે કુળને ખરેખર અજવાળ્યું છે. યોગીવરના વચનથી જેમ સતી સ્ત્રી સનાથ થાય છે એમ એ કુળદીપક રાજપુત્રથી પૃથ્વી ખરે જ સનાથ થઈ છે. નહિં તો એ રઘુવીર રામચંદ્રની પેઠે, પ્રજાજનને ઉત્કૃષ્ટ નીતિને માગે સંચરાવે કેવી રીતે ? એને બદલે જે કે અન્ય અધિકારી હોત તે એ તો ઉલટ આપણને નિશ્ચયે પીડીપીડીને દ્રવ્ય અને વૈભવથી ભ્રષ્ટ કરી, રંક બનાવી દેત. સકળ પ્રજાજનને નિર્ભય બનાવનાર, નીતિમાન અક્ષયકુમાર તુલ્ય સપને જેમને પ્રાપ્ત થયેલ છે એવા એના પીપાવન માતપિતા પણ