Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમારનાં યશૈગાન. * - 11 પુણ્યવાન જ.” આવાં આવાં એનાં યશોગાન નાગરિકેને મુખે ગ. વાતાં શ્રવણ કરીને ચરપુરૂષોએ જઈને રાજાને સવિસ્તર નિવેદન કર્યા એટલે ગુણજ્ઞ શ્રેણિકરાય અત્યન્ત હર્ષ પામીને કહેવા લાગ્યો–પુત્ર અભય ! તારાં પરાક્રમ સર્વવિજયી છે; તારું ચરિત્ર વિદ્વાને ને આશ્ચર્યમાં લીન કરે એવું છે. લેકોને દાન દેવાથી તો તે શેષનાગ સમાન, નિષ્કલંક ઉજવળ કીર્તિ પ્રાપ્ત કરી છે. પરંતુ આ દ્રવ્ય તું લાજે છે એ જે પ્રજા પાસેથી અન્યાયે લાવ્યો હઈશ તો અપકીતિ થશે. સાંભળ, તે પ્રજા પાસેથી જ આ સર્વ દ્રવ્ય મેળવ્યું છે, છતાં યે શીતતાના ભંડાર એવા ચંદ્રમા સમાન ઉજવળ કીર્તિ તારી ગવાય છે. શ્રીકૃષ્ણ એકલા કુટકપટમાં તતપર કહેવાય છે, છતાં ચે જગતમાં એ પુરૂષોત્તમ " એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. એવું આશ્ચર્ય બને જ છે. તેં યે આ દ્રવ્ય અને યશ ઉભય એક સાથે પ્રાપ્ત કર્યા એ એના જેવું જ આશ્ચર્યજનક છે! બુદ્ધિ અને સાથે બળની પ્રાપ્તિની જેમ, દ્રવ્ય અને સાથે જ યશની પ્રાપ્તિ શક્ય નથી. તે આમાં તત્વ શું છે એ કહે ! પિતાને એ ગ્ય પ્રશ્ન શ્રવણ કરીને પુત્ર વિનયભર્યા અને મદ રહિત શબ્દ વડે કહ્યું “પિતાજી! સાંભળો. તે વખતે મેં સભામાં દુર્લભમાં દુર્લભ વસ્તુ મનુષ્યનું માંસ છે " એમ કહ્યું હતું એ વાત સભાજનોએ સ્વીકારી નહોતી. પરંતુ, હે પૃથ્વીનાથ, અત્યારે અહિં આપની દષ્ટિ સમક્ષ જે અનર્ગળ દ્રવ્ય પડયું છે એ સર્વ લઈને પણ સ્વજન કે પરજન કેઈએ એ પોતાના કાળજાનું બે યુવભાર માંસ પણ મને આપ્યું નહીં. એટલે રાજાએ એને મર્મ પૂછવા પરથી અભયકુમારે પાંચ દિવસમાં બનેલી સર્વ હકીકત શુદ્ધ મને અને સત્યપણે પિતાને નિવેદન કરી. એટલે એણે પોતે અને સર્વ નાગરિકોએ પણ અભયકુમારની “મનુષ્યનું માંસ સર્વથી વિશેષ દુર્લભ વસ્તુ છે”—એ વાત માન્ય કરી, એને એકમતે વિદ્વતશિરોમણિ કહી અત્યન્ત માન આપ્યું. એના પરિજનવગે પણ એની ચિરકાળ એકમુખે સ્તુતિ કરી. કેમકે આ પૃથ્વી પર સુંદર ”ને કણ “સુંદર” નથી કહેતું? એના વંશરૂપી આકાશને ઉજવલિત કરનારા સૂર્ય તરીકે એનાં યશ ગવાયા. સંતાપસમુદ્રના ઉછળતા A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust