Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (82) શ્રી અક્ષય કુમારે માત્રા શ્વરનું જીવન ચરિત્ર, * * પચ્ચખાણ તો એનાથી નાસીને કયાંયને કયાંય જતા રહે છે! એ ઉપવાસ કર્યાનું કહેતો હશે એ ફક્ત ભયને લીધેજ ! પર્વ દિવસની ગણત્રી એ એનું વૃથા બહાનું છે. જેમ પૂરી લઈ આવ્યો , હિાય કાક, ને નામ દેવાય આદિત્યનું—એના જેવું આ થાય છે. ગમે તેમ છે, એ જેવો તેવો પણ હું એને મારે કરીને રાખીશ. કેમકે જ્યાં સુધી એ બન્ધનમાં છે ત્યાંસુધી મારે પર્યુષણ કલ્પ નહીં. આવો ઉત્કૃષ્ટ દિવસ પ્રાપ્ત થયે પણ મારા જે જે કઈ કષાય ત્યજે નહીં એ ખોટો નામધારી શ્રાવક કહેવાય, એનામાં સમ્યકત્વનો લેશ પણ ન સમજે. આમ વિચારપૂર્વક પશ્ચાત્તાપ કરી ઉદાયન રાજાએ ચંડપ્રઘોતની પરાધીનતા અળસાવી છુટો કરી એને સ્વાધીનતા સેંપી. કારણ કે જિનભગવાનના શાસનમાં, ક્ષમા આપવી અને ક્ષમા માગવી–એ ધર્મને સાર છે. વળી એના લલાટમાં જે છાપ પડાવી હતી તે ન દેખાય એટલા માટે, ત્યાં ઉદાયને જાણે ઘાવ રૂઝવવાને માટે હાયની એમ, એક સુવર્ણપટ્ટ બન્ધાવ્યો. પૂર્વે રાજાઓને મસ્તકે મુકુટ આભરણનું કામ સારતા, પણ આજની ચંડેપ્રદ્યોત સંબંધી આવી ઘટના પછી એ સ્થાન સુવણપટ્ટે લીધું. વળી બીજું પણ ઉદાયને એ કર્યું કે એને એને માળવાદેશ પાછો મેં કારણ કે પ્રતિજ્ઞા પૂરણની વાત હોય ત્યાં મહા પુરૂષે અન્ય વસ્તુને લોભ ત્યજી દે છે. સિધુનાથ ઉદાયનના આવા નિદેશથી ચંડપ્રદ્યોતને, રામચંદ્રના બેસાડવાથી જેમ બિભીષણને રાજ્ય મળ્યું હતું એમ, પિતાનું રાજ્ય પુન: હસ્તગત થયું..' આમ વૃત્તાન્ત બની રહ્યો છે એવામાં ઘનરસને સ્વચ્છ અને પ્રિય બનાવતી જાણે નિર્મળાખરા કમળાક્ષી વરવધુ હોયની એવી શરઋતુ આવી પહોંચી. ક્ષીરહિમ આદિ વસ્તુઓના જેવા ઉજવળ મેઘ આકાશમાં, ભવા લાગ્યા, તે જાણે બજારમાં રહેલા રૂના પિંડ હાયની ! વળી, જેની અંદર અનેક કમળપુષ્પ ઉગી નીકળ્યાં છે એવી કમળ તળાવડીઓ પણ, એ ઋતુની કૃપાથી આપણે નિર્મળતા પ્રાપ્ત કરી છે એમ સમજીને સહસ્ત્ર નેત્રો બનાવીને Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.