Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી ઉદાયના મહારાજાની સુંદર ભાવના, (85) વાનું જન વિશેષ વિશેષ ધર્મિષ્ટ થતા જાય છે એ કહેવત પ્રમાણે રાત્રે ધર્મજાગરણ કરતાં એને અતિ સુંદર વિચારો થયાં. “જે દેશ, નગર કે ગામમાં શ્રીમન્મહાવીર પ્રભુ પિતે વિચારતા હોય છે તે સર્વનાં ધન્યભાગ્ય સમજવા. અને એ ભગવાનના મુખકમળથી નીકળતાં ઉપદેશરસનું ભ્રમરની લીલાવડે પાન કરનારાઓ પણ ભાગ્યશાળી સમજવાં. વળી જેઓ જન્મમરણના ભય ટાળવાને, એ શ્રી મહાવીર પ્રભુની સમીપ સમ્યક્રશનપૂર્વકશ્રાદ્ધધર્મને અંગીકાર કરે છે એ પ્રશંસાને પાત્ર છે. રણક્ષેત્રને વિષે જેમ સુભટે વિજય પ્રાપ્ત થવાથી જે પ્રશંસાને પાત્ર છે તેનાથી પણ શ્રી મહાવીરસ્વામી પાસે સર્વવિરતિ ગ્રહણ કરનાર વિશેષ પ્રશંસાપાત્ર છે. શ્રી ધર્મવિધિમાં લખેલ છે કે– , ધજા નથમિ હિં, પત્તા વારો વિ નિવિવરવા . जम्हा ते जीवाणं, न कारणं कम्मबंधस्स // 1 // ... धन्नोऽहं जइ सामी, बीरजिणो इत्थ एइ विहरंतो।। तो सहलं नियजम्म, करेमि गिन्हिय समणधम्मं // 2 // " સારાંશ—જગતમાં તેઓને ધન્ય છે કે જેઓ બાલ્યાવસ્થામાં જ જિનદીક્ષા પામે છે કારણ કે તેઓ સંસારના છને કર્મબંધનું કારણ થતા નથી. જે સ્વામી શ્રી મહાવીર જિનેશ્વર વિચરતા વિચરતા હમણાં આ મારા નગરમાં પધારી નગરને અલંકૃત કરે તો હું ધન્ય થાઉં કૃતકૃત્ય થાઉં અને શ્રમણ ધર્મ–સર્વ દુ:ખને કાપનારી મેક્ષ સુખને આપનારી દીક્ષા અંગીકાર કરી મારા મનુષ્ય જન્મને સફળ કરૂં–મારા આત્માનો નિસ્તાર કરૂં. ' આવા આવા એ ઉદાયન ભૂપતિના વિચારે જાણુંને, હે અભયકુમાર, અમે એના પર ઉપકાર કરવાને કારણે, ચંપાપુરીથી વિહાર કરીને વીતભયનગરે આવ્યા. ત્યાં દેવોએ રચેલા સમવસરણને વિષે, ભવ્ય જીવોના ઉપકાર અર્થે ધર્મોપદેશ દેવા અમે સિંહા 1 આ પ્રમાણે શ્રી ઉદાયન મહારાજાની આ " બાલ્યાવસ્થામાં જેઓ દીક્ષાને પ્રાપ્ત થાય છે તેમને ધન્ય છે " ભાવના વાંચી સાધુઓ અને દીક્ષાઓ માટે સર્વોદા મૂકી શાર્ક વિરૂદ્ધ આક્ષેપો કરનાર લેખકો કંઈ વિચાર કરશે કે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust