Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (98) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, ત્યારે એઓ એને કહેશે કે એને વિષ દેવું. કારણ કે વિષથી સરતું હોય તો શસ્ત્રનો ઉપયોગ શા માટે કરવો? તમારા મામા દહીંનો આહાર કરે છે તે એ દહીંમાં જ વિષ ભેળવવાવું. એમ કરશે એટલે લોકોમાં તમારો અવર્ણવાદ પણ નહિં થાય. પછી મામાએ પાળીપોષી મોટો કરેલે મામાને જ વૈરિ બનશે અને ગોવાળણી પાસે દહીંમાં વિષ ભેળવાવશે. પણ એ વિષ કેાઈ દેવતા સંહરી લેશે અને ઉદાયનને કહેશે કે તમને દહીં વિષવાળું જ મળશે માટે હવે દહીંનું મન કરશે નહિં. એ ઉપરથી ઉદાયન મુનિ, દહીં ઘણુંયે પથ્ય હોવા છતાં, એને ત્યાગ કરશે. કારણ કે વિવેકી જનોએ, પોતાના સંયમની જેમ જ, પોતાની જાતનું રક્ષણ કરવું કહ્યું છે. દહીં નહિં લઈ શકાયાને લીધે પાછો એનો વ્યાધિ વૃદ્ધિ પામશે. એટલે એ પુન: દહીંનો ઉપયોગ કરશે. કારણ કે સહેલા ઉપાયથી અર્થ સરતો હોય તો શા માટે એ ન કરી જે? પુનઃ ગોવાળણી દ્રવ્યના લેભે વિષમિશ્રિત દહીં આપશે. અને કઈ સમ્યગ્દષ્ટિ દેવી ત્રણત્રણવાર એનું અપહરણ કરશે; પણ ચેથી વખત પ્રમાદને લીધે અપહરવું ભૂલી જશે. અથવા તો સાવધમાં સાવધ પહેરેગીરને પણ વખતે ક્ષણવાર નિદ્રા આવી જાય છે. મુનિ એ વિષમિશ્ર દહીંને આહાર કરશે; અને વિષ તક્ષણ સર્વ અંગે વ્યાપી જશે એટલે પિતાનું અવસાન નજીકમાં છે એમ સમજીને, અને કેપ કે શેક-કંઈપણ દર્શાવ્યા વિના, મુનિરાજ જન્મમરણના ફેરા ટાળનારું અનશનવ્રત ગ્રહણ કરી, ઉલ્લાસ યુક્ત ચિત્તે ભાવના ભાવશે કે - | હે જીવ, તે શુદ્ધસિદ્ધાન્તરૂપ અમૃતરસનું જ સદા પાન - કર્યું છે તે હવે કોઈને ઉપર કશે પણ ક્રોધ ન કરીશ. મને ફલાણાએ વિષ દીધું છે એમ ન ધારીશ. એમ જ સમજજે જે પૂર્વે - ઉપાર્જન કરેલાં પાપાએ એ વિષ દીધું છે. પિતે ઉપાર્જન કરેલાં કર્મ શુભ હોય કે અશુભ હોય, પણ એ બધાંય ભેગવવા જોઈએ લોકમાં પણ લેણાની જ ઉઘરાણી થાય છે. હે જીવ, તારે તે આ - વિષ પ્રયાગ કરાવનારને જ ઉલ્લસિતચિત્તે ઉપકાર માનો કેમકે એ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhake Trust