Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ મકરધ્વજ રાજાની યુદ્ધની તૈયાશ. (14). છે. મારા પરમભાગ્ય ચિરકાળે પણ તારાં દર્શન થયાં. ચિન્તામણિના દર્શન જેવાં તારા દર્શનથી મને અત્યન્ત આનન્દ થયો છે. આવાં ચિત્તરંજન શબ્દથી પેલી તે લેવાઈ ગઈ અને એને પિતાની ભક્તા માની બેઠી. વળી નિદ્રાએ કહ્યું–હે માતા, તારાં નેત્રો દોષિત જણાય છે છતાં આવા પાપી બન્દીવાનની ચેકી કરવા શા માટે જાગરણ કરે છે? આ મારી પાસે નેત્રના વ્યાધિને ટાળનારું વિમળાજન છે તે લે. એમ કહીને એને છળથી વિમળાંજનને બદલે મેહનાંજન આપ્યું એ પેલીએ આંર્યું. એટલે શીધ્ર સ્વાપ આવીને ઉભો રહ્યો; વશવતી ચેટક આવીને ખડું થઈ જાય એમ. મેહનાંજન અંજાયાથી કાં આવવા માંડયાં. અને એથી બેઉ પહેરેગીર પણ સૂઈ ગયા. કહેવત છે કે એક છિદ્ર પડયું એટલે અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. તક્ષણ છળ અને પ્રમાદ આવી પહોંચ્યા–એમણે, વૈદ્ય જેમ રેગીના અપકારક રસને દૂર કરે છે એમ, સ્પશન તથા રસનાના બન્ધન શીધ્ર દૂર કર્યા–ત્રેડી નાખ્યા. પછી ઘાણ વગેરે ત્રણ સુભટો ત્યાં સંતાઈ રહેલા હતા એમણે આવીને બેઉને ઉપાડી ઝોળીમાં નાખી ઘર ભેગા કર્યા. અને લંઘન આદિ વડે મૃતપ્રાય શુષ્ક થઈ ગયા હતા તેમને પુષ્ટ કરવાના ઉપાય કરવા માંડયા. કારણ કે પીડા તો બધુઓને જ હોય. પછી એમણે મકરધ્વજ રાજાજીને જઈ પ્રણામ કરી પિતાને પરાજય થયાની વાત કહી સંભળાવી. કેમકે દુ:ખની વાત સ્વામીને કહેવાની હોય છે. મકરધ્વજ તો એ સાંભળીને અગ્નિની જેમ પ્રજવલિત થયો. " દુરાત્મા સંવર તે કેવો ઠર્યો કે પોતાના પરિજનો પાસે આ બધાને માર ખવરાવ્યો? અહો એણે પરાધીનપણે એવું વર્તન ચાલવા દઈને નિશ્ચયે, અસહ્ય જવાળા કાઢતા અગ્નિને પિતાની ભુજાઓ વડે આલિંગન દેવાની હામ ભીડયા જેવું કર્યું છે ! મદોન્મત્ત ગજરાજના કુંભસ્થળને ભેદી નાખનાર મૃગપત્તિસિંહને સૂતો જગાડયા જેવું કર્યું છે ! મેઘ અને ભ્રમરના જેવા શ્યામ ફણિવરની ફણાને હાથવતી ખજવાળવાની મૂર્ખતા–ભરેલી અભિલાષા કરી છે ! મારા જેવા અદ્વિતીય મલ્લની સાથે વિગ્રહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust